તારા વિના મને સાવ એકલું એકલું લાગે
ભર્યુંભાદર્યું ચોપાસ તોયે કંઈક છૂટતું લાગે.

ગૂંથાય જાઉં રોજમેળના કામોમાં
છતાંય સતત કંઈક ખૂટતું લાગે.

બહુ મથું બદલવા મનની સ્થિતિને
પણ ભીતર મહીં કંઈક તૂટતું લાગે.

વારંવાર મનાવી સરખું કરેલું હ્દય
અમસ્તી વાતથી ફરી રૂઢતું લાગે.

ભરીને હકાર બેઠા હોય માંડ પ્રિય
નકારું અણધારું તેને લૂંટતું લાગે.

પદ્માક્ષી(પ્રાંજલ)

-Padmaxi

Gujarati Poem by Padmaxi : 111903127
Padmaxi 3 years ago

ખૂબ સરસ રચના રોહિતભાઈ

ધબકાર... 3 years ago

લાગે તને એમ તો હું શું કરું! ગંઠાઈ ગયું મનમાં હું શું કરું! અથાક સાગર જેવો આ સ્નેહ, તોય તરસી રહી તું હું શું કરું! ખબર તનેય હતી ખારોદવ છું હું, તોય તારે કરવા પારખાં, હું શું કરું! મુક એ બધુંય ત્યાંજ છોડી દે મને! તોય જીવ રુંધાય તારો, હું શું કરું!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now