માન ક્યાંથી મળત... !!


બધું જ શબ્દોથી જો વર્ણાતું હોત,
તો મૌનને માન ક્યાંથી મળત...!

બધું જ આંસુથી જો સ્પષ્ટ થઈ જતું હોત,
તો વેદનાને માન ક્યાંથી મળત...!

બધું જ હૃદય જો સમાવી લેતું હોત,
તો કોઈના સંગાથને માન ક્યાંથી મળત...!

બધું જ યાદ જો રહી જતું હોત,
તો વિસરવાને માન ક્યાંથી મળત...!

બધું જ સુખ માં જો છલકાતું હોત,
તો દુઃખ ને માન ક્યાંથી મળત...!

બધું જ ધાર્યું જો થતું હોત,
તો ઈશ્વરને માન ક્યાંથી મળત...!



લિ.
આશા મોદી

Gujarati Poem by Asha Modi : 111958058
Vicky 2 years ago

વાહ્ વાહ્ વાહ્.. કેટલીય મહેનત પછી બે પળ હું તને ભાળું છું.. તું જ કહે પછી આ દિલ ને કેમ્ હું સંભાળું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now