*🌹ઈશ્વરની પ્રાર્થના🌹*


*હું ઈશ્વર છું*

*તમે કરોડો છો ને હું એક છું*

*મારે પડી રહેવું હોય*
*પણ તમારે*
*મંગળા આરતી કરવી હોય*

*એટલે મને વાઘાં પહેરાવીને*
*બાબલાની જેમ તૈયાર કરી દો છો*

*ભોગ મને ધરાવો છો*
*ને આરોગો છો પોતે*

*જે દિવસે એક જલેબી ચાખીશ*
*એ દિવસથી પ્રસાદ ધરાવવાનું*
*બંધ થઈ જશે તે જાણું છું*

*લગ્ન નથી થતાં*
*તે મંગળફેરા માંગે છે*

*સંતાન નથી*
*તે ઘોડિયું માંગે છે*

*કોઈને નોકરી જોઈએ છે*
*તો કોઈને છોકરી*

*માબાપ ખાસ જોઈતાં નથી*
*પણ મિલકત બધાંને જોઈએ છે*

*કોઈ કમાવા માંગે છે*
*તો કોઈ ચોરી કરવા માંગે છે*

*કોઈને બજાર ઊંચું લઈ જવું છે*
*તો કોઈને મફતનું જોઈએ છે*

*કોઈ રોટલો માંગે છે*
*તો કોઈ ઓટલો*

*મહામારી હું લાવ્યો નથી*
*પણ તે કાઢવાનું મને કહેવાય છે*

*જે આવે છે તે*
*ઘંટ ખખડાવીને*
*મારા કાન કોતરે છે*

*હું કોઈનું કામ નથી કરતો*
*તો મારા પરની શ્રદ્ધા ઘટી જાય છે*

*કોઈનું કામ થઈ જાય છે તો*
*મને મહાભોગ ચડે છે*

*વરસાદ નથી આવતો*
*તો યજ્ઞ થાય છે*

*આકાશ ખાબકે છે*
*તો ખમ્મા કરવાનું મને કહેવાય છે*

*પણ સાચું કહું*
*હું કોઈનું કૈં કરતો નથી.........!!!*

*નથી હું પરણાવતો*
*કે નથી કોઈનું છૂટું કરતો*

*જંગલ હું નથી કાપતો*
*હાઇરાઈઝ મેં નથી બાંધ્યાં*

*અમીર હું નથી કરતો*
*ગરીબી મેં નથી આપી*

*તમને લીલીછમ પૃથ્વી આપી*
*તે રહેવા માટે*

*એની તમે રાખ કરો*
*તો એમાં મારો શો વાંક?*

*મેં અણુ આપ્યો*
*ને તમે બૉમ્બ બનાવ્યો*

*પછી કહો કે શાંતિ વાર્તા કરો*
*તો કેવી રીતે કરું?*

*સાચું કહો,*
*તમે મને ઈશ્વર માનો છો કે*
*નોકર?*

*પ્રાર્થનાની આડમાં તમે*
*આજ્ઞાઓ જ કરો છો કે બીજું કૈં?*

*ને તમે ઈચ્છો છો કે હું સેવા કરું*

*પણ હું કોઈનું સાંભળતો નથી*

*હું મેરેજ બ્યુરો ચલાવતો નથી*
*કે નથી ચલાવતો કોઈ*
*એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ*

*મેં કોઈનું કૈં બગાડ્યું નથી*
*કે નથી મારે કોઈ પાસેથી કૈં જોઇતું કરતું*

*શ્રીફળ વધેરીને*
*મને વધેરવાનું રહેવા દો*

*આપવાનું હતું તે આપ્યું જ છે*
*હવે મારી પાસે કૈં નથી*

*કૃપા કરીને હવે કૈં માંગીને*
*મને શરમાવશો નહીં*

*તમે આજ સુધી ઘણી પ્રાર્થનાઓ કરી*
*પણ,*

*એક પ્રાર્થના હું કરું છું...*

*જાણું છું એ પછી કોઈ આવવાનું નથી*
*તોય કહું છું કે,*

*કોઈ માંગણી ન હોય*
*તો જ...............*

*- રવિન્દ્ર પારેખ*
સૌજન્ય:- WhatsApp 🙏🏻
- Umakant

Gujarati Thought by Umakant : 111970992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now