વારી જતાં દિલ ને વારી શક્યો નહીં,
મરતાં ને મોત માથી ઉગારી શકાયો નહીં..
વારી જતાં દિલ ને...
એક ભુલ ને છુપાવવા કિધી હજારો ભુલ,
કિંતુ નજીવી એક ભુલને સુધારી શક્યો નહીં..
વારી જતાં દિલ ને...
તારો અગાધ પ્રેમ દેખી લોભાણો હું સર્વદા,
મારું ભલું બુરું હું વિચારી શક્યો નહીં..
વારી જતાં દિલ ને...
નાઝિર કહે મને રહી ગયો રંજ ઉમર ભર,
એને ગળે હું વાત ને ઉતારી શક્યો નહીં..
વારી જતાં દિલ ને...
નાઝીર દેખૈયા..
- પરમાર ક્રિપાલ સિંહ

Gujarati Whatsapp-Status by પરમાર ક્રિપાલ સિંહ : 111972116

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now