...." ભીતરનો ભેરુ"
રોજ કરે છે સંવાદ, ભીતરનો ભેરુ.
કદી કરે વાદવિવાદ, ભીતરનો ભેરુ.
આધેડથી, લઇ જાય બાળપણમાં,
જગાવે ખૂબ ઉન્માદ, ભીતરનો ભેરુ.
એક એ જ છે જે કરી દે તરબોળ,
લાગણી કેરો વરસાદ, ભીતરનો ભેરુ.
જવાબદારી ને દુનિયાદારીની વચ્ચે,
એક અનેરો અપવાદ, ભીતરનો ભેરુ.
હર સબંધ થતાં ગયાં સ્વાર્થી "વ્યોમ"
છે નિસ્વાર્થ જેનો નાદ, ભીતરનો ભેરુ.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર