રહ્યું ભલે એ પ્રાણી જંગલી,
દેખાવ એનો આકર્ષક!
છટા એની એટલી જબરદસ્ત,
જોતાં જ ઉભરાય વ્હાલ!
કરી ન શકાય હિંમત એટલી,
જઈએ એની નજીક એકદમ!
મોભો એનાં દેખાવનો એવો,
ડરે સૌ કોઈ એનાથી!
વધતી જતી માનવીની ઘેલછા,
ઓછાં થતાં જંગલો,
ને ઘટતી જતી વસ્તી એની!
કરવા સંરક્ષણ વાઘની વસ્તીનું,
ઉજવવો પડે છે
'વિશ્વ વાઘ દિવસ'
દર વર્ષે 29 જુલાઈએ!