આંખમાં આકાશ લઈ ફરતો રહ્યો,
મૂંગું કોઈ વાદળ હતો એ છોકરો;
રણની રેતીમાં પગલાં લખતો રહ્યો,
પોતાનો જ સાક્ષી હતો એ છોકરો;
ભીડ વચ્ચે નામ ઘણાં સાંભળ્યા,
પણ અંદરથી એકલો હતો એ છોકરો;
હાસ્યના હોઠે દીવો રાખી દીધો,
અંતરમાં અંધકાર હતો એ છોકરો;
ઠોકરોને ભાગ્ય માની ચાલતો,
દર્દનો વ્યવહાર હતો એ છોકરો;
સવાલોની સાંજ ઊતરે ત્યારે,
પોતાનો જ જવાબ હતો એ છોકરો;
સમય સામે ઝૂકી ન ગયો ક્યારેય,
મૌનનો મિનાર હતો એ છોકરો;
'કલ્પ' કહે, રણમાં ફૂલ ખીલે ક્યારેક,
એવો જ એક અણસાર હતો એ છોકરો..!!
- પંકજ ગોસ્વામી 'કલ્પ'