વિચારી વિચારીને બોલે એ શબ્દો અંતરના નથી હોતા.
ગોઠવી ગોઠવીને બોલે એ શબ્દો અંતરના નથી હોતા.
કશુંક પામવા પ્રશંસાના પુલો બાંધીને રજૂઆત થતી,
વળી ચાવી ચાવીને બોલે એ શબ્દો અંતરના નથી હોતા.
અસત્ય આંખથી આંખ મિલાવી શકતું નથી ક્યારેય કદી,
માન્યું ચાખી ચાખીને બોલે એ શબ્દો અંતરના નથી હોતા.
નથી હોતી એકરૂપતા એના અંતર અને અવાજની વચ્ચે,
પરખી પરખીને જે બોલે એ શબ્દો અંતરના નથી હોતા.
શબ્દોથી સંમતિ સુધી પહોંચવાનું સરળ નથી હોતું વખતે,
કોઈ ટાંકી ટાંકીને બોલે એ શબ્દો અંતરના નથી હોતા.
-ચૈતન્ય જોષી .'દીપક' પોરબંદર.