પથરાઓ તર્યા એમાં ફુલડાંઓને ડૂબવું પડ્યું.
દુર્જનો જીત્યા એમાં સજ્જનોને હારવું પડ્યું.
વાદળોને થઈ આળસ ચોમાસે વરસાવવામાં,
ભર ઉનાળે માવઠાને તેથી જ તો વરસવું પડ્યું.
ક્યાં કાટલે તોળાય છે આવો ન્યાય જગતનો,
મૌન સજ્જનોનું એને જ ખુદને સહેવું પડ્યું.
મારે એની તલવાર એ પ્રથા તો જુગજુની છે,
જતું કરનારને કેટકેટલું વારંવાર વેઠવું પડ્યું.
ખોટાને સાચું સાબિત કરવામાં દલીલો થતી,
તેથી જ સત્યને સમો પરખીને સંતાવું પડ્યું.
-ચૈતન્ય જોષી. 'દિપક,' પોરબંદર.