"ચા ને મીઠાશ"
મેં પૂછ્યું, ચામાં સાકર નાખું કે નહીં?
એ બોલી, "તારી નજર પડે એ જ મારા માટે પૂરતી મીઠાશ છે".
મેં કહ્યું, ચા માં ખાંડ નું પ્રમાણ કેટલું?
તેં ને કહ્યું, "તું પી લે, Sweetness હું ઇન્સ્ટોલ કરી આપીશ.
પણ તેના હોઠ અડ્યા પછી આ ખાંડની વિસાત કંઇ ન રહી,
જ્યારે સ્પર્શથી પીગળી ગઈ એ ખાંડ મારી.
એક પ્યાલો ચાનો, બે દિલ ને, સાંજ આખી ગુલાબી બને મારી,
એ જોઈને ઈર્ષ્યા કરે છે, આસપાસ ફરતા લોકો મારી.
રેસીપી બધી જ ચાની આજે ફેલ થઈ ગઈ મારી,
હોઠ ને તારા સ્પર્શતા જ ચા બની મીઠાશ થી ન્યારી.
હવે સુગંધમાં આ ચાની ફક્ત પ્રેમની વરાળ મહેકે છે મારી,
તારા સ્મિતથી જ પૂરી થઈ "સ્વયમ્'ભૂ" તલાશ મારી.
અશ્વિન રાઠોડ ___ "સ્વયમ્'ભૂ"