હજારો લોકોની ભીડ વચ્ચે પણ ક્યારેક એક અજીબ ખાલીપો અનુભવાય છે.
આપણી પાસે વાત કરવાં માટે ઘણાં લોકો હોય છે,
પણ આપણા મનની ગૂંચવણ, આપણું દર્દ અને આપણી ખામોશીને સમજી શકે એવું કોઈ નથી હોતું.
કદાચિત તકલીફ એ નથી કે આપણે એકલાં છીએ,
પણ તકલીફ એ છે કે આપણી લાગણીઓને કોઈ એજ રીતે સમજી નથી શકતું જે રીતે આપણે અનુભવીએ છીએ.
આપણે ફક્ત એક એવાં સંબંધ કે વ્યક્તિની શોધમાં હોઈએ છીએ
જે માંગ્યા વગર આપણો સમય, આપણી વાતો અને આપણો મૂડ વાંચી શકે.