"ઈચ્છાઓનું કામ એક્ષીલેટર જેવું હોય છે, આપણે આપણી ગમે તેટલી ઈચ્છાઓ પૂરી કરીશું, તો પણ...
આપણી ઈચ્છાઓ પૂરી નહીં થાય,
એતો બિલાડીના ટોપની જેમ
એક પછી એક
આપણા મનમાં ફૂટતી જ રહેશે,
જો આપણે પુરી જિંદગી એની પાછળ ભાગતા રહીશું, તો પણ.....કદાચ
આપણી જિંદગી પુરી થઈ જશે,
બાકી આપણી ઈચ્છાઓનો અંત આવવો અતિ મુશ્કેલ છે, કારણ કે....
એતો ત્યાં સુધી નહીં રોકાય
જ્યાં સુધી આપણે આપણી ઈચ્છાઓ પર, સંતોષ નામની બ્રેકનો ઉપયોગ નહીં કરીએ.