એક યુવકનો પ્રશ્ન : હું ૧૮ વર્ષનો છું.. મારે જલ્દી થી સેક્સલાઇફ એક્સપ્લોર કરવી છે.. હું રોજ ૧૮+ ફિલ્મો જોવું છું.. મને કોઈ ઉપાય કહો કે પાર્ટનર જલ્દી મળે. મારી કુંડળી માં મિલન ના કે લવ અફેર ના યોગ છે ખરા?
જવાબ :દિકરા; વર્ષો થી આપણે સાંભળીએ છીએ કે હેત હાટે ન વેચાય અને પ્રીત પરાણે ન થાય...એટલે કે પ્રેમ ભાવ બજાર માં વહેંચાતો નથી અને પરાણે કોઈ ને પ્રેમ કરી શકાતો નથી..પણ આ ઉમર માં આવી ઈચ્છા થવી સ્વાભાવિક છે.. તને ભલામણ છે કે ડૉ. પ્રકાશ કોઠારી દ્વારા ઉપલબ્ધ " યૌન શિક્ષા" નામ ની વિડિઓ જો.. જેમાં તારા દરેક પ્રશ્ન નો ઉત્તર મળશે.. અને dr.મહેન્દ્ર વત્સ દ્વારા લિખિત" ઇટ્સ નોર્મલ" નામ નું અંગ્રેજી પુસ્તક ખરીદી ને વાંચી લે.
૧૫ થી ૨૫ વર્ષ ના યુવકો અને ૧૩ થી ૨૬ વર્ષ ની યુવતીઓ ને થતા તમામ પ્રશ્નો નો એક જ ઉકેલ છે.. " વૈજ્ઞાનિક રીતે આપવામાં આવેલું સેક્સ એડ્યુકેશન". જ્યોતિષ કે અંકશાસ્ત્ર પાસે તમારી મૂંઝવણ નો કોઈ ઉકેલ નથી.