વાત છે સાવ સાદી ને સરળ,
ઉતરે જો મનમાં તો પાકી બને,
કહી દેવામાં ઘણું સહેલું લાગે,
પણ જાતે કરીએ તો જાણ પડે,
બેઠા બેઠા આંગળી ચીંધે મન,
બીજાને અવળે મારગે દોરે મન,
ભૂલ કરી કેમ કોઈ સ્વીકારે નહીં?
મનનો તાંતણો કેવો ભારે અહંકારી !
કરીએ પ્રયત્ન રોજ થોડો થોડો,
મૂળથી જ બનીએ સાદા ને સરળ.
મનોજ નાવડીયા
#simplicity #life #manojnavadiyapoetry #manojnavadiyabooks #mind #photography