રૂદનને હાસ્યમાં છૂપાવીને જીવાય છે જિંદગી .
આંસુઓને ખંજન દેખાડીને જીવાય છે જિંદગી .
ધાર્યું કોનું અહીં થાય છે એજ ખબર નથી પડતી
ક્યારેક રૂઠેલાને મનાવીને જીવાય છે જિંદગી
સુખદુ:ખની સંતાકૂકડીમાં ખોવાઈ જાય છે હીર
તપેલાને પણ લે તાવીને જીવાય છે જિંદગી .
સાચા ખોટાંની વાતજ મૂકી દ્યોને હવે આજે તો
રોજ નવા નાચ નચાવીને જીવાય છે જિંદગી .
બળિયાના બે ભાગ જેવા ફાવી જતા અહીં તો
સારા અનુભવો વાગોળીને જીવાય છે જિદગી .
ચૈતન્ય જોષી દીપક પોરબંદર .