કોઈ વાત હોય કે ન હોય અમારી આંખો જ વાતો કર્યા કરતી એની તો વાત જ જુદી હતી,
એની હાજરી માત્ર થી મારું મન મંત્રમુગ્ધ થઈ જતું,એની તો વાત જ જુદી હતી
એના અવાજનો રણકાર સાંભળી મારા કાન જાણે ત્યાં જ થંભી જતા,એની તો વાત જ જુદી હતી
એ એક વાર હસે અને જાણે કેટલાય પતંગિયા મારા મનમાં રમ્યા કરે..એની તો વાત જુદી હતી,
એના હોઠે મારું નામ સાંભળીને મારું હૃદય જાણે કેટલાય ધબકારા ચૂકી જતું એની તો વાત જ જુદી હતી
એનામાં શું એવું ખાસ હતું એ તો આજે પણ નથી ખબર પણ...' એની તો વાત જ જુદી હતી '!!!