મારા અંતરના અધિકારી
શું કરું હું સ્તુતિ તમારી
હરજી હેત તમે વરસાવો
નહિ મળે ફરી આ લ્હાવો
શું કહું શબ્દોથી વિચારી ... ૧
નાથ દયાનિધિ તમે દ્રવજો
કૃપાદ્રષ્ટિ શિવશંકર કરજો
અલ્પમતિ માનવજાત બિચારી ર
કામ ક્રોધાદિકથી લપેટાયો
ના કોઈથી કદીએ સમજાયો
દ્યોને શિવ સન્મતિ સંચારી ... ૩
અંતકાળે શિવ હાજર રહેજો
દર્શન આપીને ધન્ય કરજો
મને શરણે લેજો આવકારી ... ૪
ચૈતન્ય જોષી દીપક પોરબંદર .