તારો પ્રેમ શાંત નદી જેવો છે ને
મારો પ્રેમ બહેતા ઝરણા જેવો છે..
તારા પ્રેમ માં આઝાદી છે ને ,
મારા પ્રેમ માં કદાચ થોડું બંધન છે.
તારું સાથે હોવું બસ બોલવું નથી,
અને મને જોવે કે તું ક્યારેય બોલ તો ખરો,
તને પ્રેમમાં મૌન નું સાનિધ્ય ગમે છે અને
મારા પ્રેમ માં કદાચ મને ધોઘંટ પણ પ્રિય છે,
તારા પ્રેમ માં શબ્દો નો અભાવ છે.
અને મારા પ્રેમ માં શબ્દો નો દરિયો વહે છે આંખે આંખો.
તારા પ્રેમ માં ગહેરાઈ છે ને
મારા પ્રેમ માં તત્પરતા
તું પાણી તો હું અગ્નિ
તું જળ તો હું મૃગજળ…..