આંખો એની એ એક ઉઠતો સવાલ છે,
એના શબ્દો શોધવા એ પણ બબાલ છે...
હોઠ ની ચુપ્પી છતાં વાત થઈ જાય ,
એના મૌનમાં પણ કંઈક કમાલ છે...
નજર એની પડે ને દિલ ધડકતું રહે,
આ કેવો અજીબ કોઈ ખયાલ છે...
એ પૂછે નહીં, છતાં સમજાઈ જાય,
કદાચ આંખો જ એની ભાષા-મિસાલ છે...
હું વાંચું છું એને દરેક પળે,
દરેક પાને એ નવો જ એક સવાલ છે...