આપણી ક્ષમતાનો સાચો પરિચય હોવો, અને એ પ્રમાણેનો આપણો વ્યવહાર હોવો, એ બહુ મોટી વાત છે, કારણ કે, ખૂબ ઓછા લોકો આવું કરી શકે છે, અને આ એટલા માટે જરૂરી છે કે, એ આપણને જીવનમાં અચાનક આવી જતાં, ઘણા બધા મોટા મોટા અવરોધ, અને મુશ્કેલીઓથી આપણને ન માત્ર બચાવે છે, પરંતુ એની સાથે-સાથે, લોકોનો પ્રેમ અને વિશ્વાસ જીતવામાં, અને આપણા જીવનમાં સુખ, અને શાંતિ વધારવામાં પણ એ ખૂબ અસરકારક નીવડે છે.