English Quote in Motivational by yeash shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રશ્ન: મન બહુ વિચિત્ર છે, પાટા પર લઈને આવું છું પછી ઉતરી જાય છે. શું કરવું?

ઉત્તર: મન કોઈ રેલગાડી નથી જેને પાટા પર લાવવામાં આવે. મન તમારા અહેસાસ અને ભાવનાઓનું કેન્દ્ર છે જે નિત્ય પરિવર્તનશીલ છે, સવારે જે ભાવનાઓ તમારી અંદર જાગી છે બપોરે તે નહીં હોય.
તમે મનને એકાગ્ર કરવાની જ્યારે કોશિશ કરો છો ત્યારે જ તે ભટકે છે. તમે સમજો કે મન ક્યારે લાગશે, તો તેના ૩ માર્ગ છે:
* (૧) જે પણ કાર્ય તમે કરી રહ્યા છો તે જો મસ્તી, શાંતિ અને સકૂન આપે છે તો મન ત્યાં જાતે જ લાગશે.
* (૨) પ્રકૃતિના સ્વાભાવિક આવેગ જેવા કે નિદ્રા, ભૂખ, તરસ, ભય, પીડા, સેક્સ અને સુરક્ષામાં મન પોતાની મેળે જ લાગશે.
* (૩) જ્યારે મન પ્રેમ, સુંદરતા, ઉત્સાહ, સંગીત અને ઉત્તેજનાના વિષયો સાથે જોડાશે ત્યારે તે ખુદ એકાગ્ર થશે. તે વિષય તમને સ્વાભાવિક રસ આપશે.
હવે આ ત્રણેય સિવાય તમે કોઈપણ કાર્યમાં મન લગાવશો તો તમારે પ્રયત્ન કરવો પડશે.
હવે વિદ્યાર્થીનું જ ઉદાહરણ લો, જે પણ વિષયથી તેને ખુશી મળે છે અને પ્રેમ થાય છે તે વિષયને તે લાંબી ઉંમર સુધી યાદ રાખી શકે છે. તે તેના લોહીમાં વસી જાય છે કારણ કે તેનું મન તે વિષયમાં સહજ એકાગ્ર થઈ જાય છે અને જ્યાં મન એકાગ્ર થાય છે તે વિષયની ઊંડાણમાં ઉતરવાની ઇચ્છા થાય છે.
હવે...
જ્યાં બુદ્ધિ એકાગ્ર થાય છે તે વિષયમાં આપણે ઉત્તીર્ણ એટલે કે સર્વશ્રેષ્ઠ ગુણ લાવી શકીએ છીએ. પરંતુ જ્યાં મન એકાગ્ર થાય છે તે વિષયમાં આપણે પી.એચ.ડી. સુધી જઈ શકીએ છીએ.
એટલા માટે બુદ્ધિથી ભણનારાઓ ક્લાસમાં પ્રથમ પાંચ નંબરમાં આવે છે પરંતુ મનથી ભણનારાઓ કોઈપણને તે વિષય સરળતાથી ભણાવી શકે છે, ભલે તે ક્લાસમાં ફર્સ્ટ આવે કે ન આવે.

English Motivational by yeash shah : 112040402

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now