*શબ્દો ની સફર*
_"લક" હોય છે બે અક્ષર નું..._
_અઢી અક્ષર નું હોય છે "ભાગ્ય",_
_ત્રણ અક્ષર નું હોય છે "નસીબ"..._
_અને સાડા ત્રણ અક્ષર નું "કિસ્મત"._
_પણ આ બધાને સાકાર કરવા માટે..._
_કરવી પડે છે ચાર અક્ષર ની "મહેનત"._
_દયાળુ બનો, પણ કમજોર નહીં,_
_મજબૂત બનો, પણ અભદ્ર નહીં,_
_વિનમ્ર બનો, પણ ડરપોક નહીં,_
_ગૌરવવંતા બનો, પણ ઘમંડી નહીં._
_જીવનમાં ભૂલા પડવાનો પણ એક ફાયદો છે..._
_નવા માર્ગ નો પરિચય થાય છે,_
_અજાણ્યા નો સંગ થાય છે,_
_અને જાણીતા ની પરખ થાય છે._
_સંબંધ બનાવો તો ઑફલાઇન જ બનાવજો..._
_ઑફલાઇન સંબંધો જ જીવનભર સાથે ચાલે છે,_
_ઓનલાઈન સંબંધ તો..._
_ઇન્ટરનેટ બંધ થતાં જ પૂરો થઈ જાય છે._
_અધૂરી જ રહી ગઈ જિંદગી ની મારી હર સફર..._
_ક્યારેક રસ્તો ખોટો ચૂંટ્યો,_
_તો ક્યારેક લોકો ખોટા મળી ગયા._
_મન નો અને દિલ નો સોદો હર કોઈથી નથી થતો..._
_કેટલાક સંબંધ કિંમતથી નહીં, કિસ્મતથી બને છે._
_જીવનમાં કેટલાક લોકો એવા મળી જાય છે,_
_કે એમની સાથે જીવનભર નો નાતો બની જાય છે._
_હર રાત પછી એક નવી સવાર આવે છે,_
_પ્રભુ પર ભરોસો રાખો, આજ કરતાં આવતીકાલ બહેતર હશે._
_કાશ... માર્કેટમાં ક્યાંક ખુશીઓ વેચતી દુકાન હોત,_
_અને એ દુકાનમાં મારી જાન-પહેચાન હોત..._
_તો ખરીદી લાવત દુનિયાભરની બધી ખુશીઓ તમારા માટે,_
_ભલે પછી એની કિંમત ગમે તેટલી મોંઘી કેમ ન હોત._
*- શબ્દ લેખન : એક કાલ્પનિક વિચાર*
_મારા બધા શબ્દો મારા અંગત વિચારો મુજબ કાલ્પનિક છે, કોઈએ એને અંગત રીતે પોતાના પર ન લેવા વિનંતી._