Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

💢 " જીવનનો ભરમ " 💢

તેં જ આપ્યા છે ઘાવ તો, તું જ મલમ આપ.
બીજું કંઈ નહીં તો આંખમાં થોડી શરમ આપ.

જીવી શકું હું આ જગતમાં તારા વિના પણ,
જીવનનો બસ તું મને એવો કોઈ ભરમ આપ.

આપવી જ હોય જો સજા મોહબ્બતની મને,
સદીઓ સુધી ચાલે એવો એક જનમ આપ.

વિનંતી બસ એટલી, હું ન રાખું હિસાબ કોઈનો,
ભુલાવી દઉં બધું જ એવી કોઈ કલમ આપ.

અંધારું ઘેરાયું છે હવે ચારે તરફ ઓ સનમ,
તું ના આવી શકે તો યાદોનો કોઈ નિયમ આપ.

સળગી રહ્યું છે આ હૃદય વિરહની આગમાં,
ક્ષિતિજે મળે "વ્યોમ" બસ મને એવું કરમ આપ.

✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી) અંજાર. મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 112040552

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now