આક્રોશ એનો એમ જ નહતો આવ્યો શબ્દોમાં,
મળીને પણ ના મળાયાનો અફસોસ હતો એમાં.
©Shefali Shah
કેટલીક મુલાકાતો માત્ર સમયના અભાવે નથી રહી જતી, ક્યારેક સંજોગો પણ બે હૃદય વચ્ચે દીવાલ બનીને ઊભા રહી જાય છે...
મન તો મળવા માટે અનેક બહાનાં શોધતું રહ્યું, પણ નસીબે જાણે દરેક વખતે અંતર જ લખ્યું હતું.
કહેવું ઘણું હતું, સાંભળવું પણ ઘણું હતું...
પણ અફસોસ, જે મુલાકાતમાં હજારો લાગણીઓને જીવંત થવાની હોય, એ મુલાકાત કોઈ કારણસર શક્ય ન બને.
આક્રોશ કદાચ એ અધૂરી મુલાકાતનો જ હતો,
જેમાં મળવાની ઇચ્છા તો હતી, પણ મળવાનું નસીબ નહોતું...!
કેટલીક અધૂરી મુલાકાતોનો અફસોસ એવો હોય છે કે વર્ષો વીતી જાય, છતાં મન એ જ ક્ષણની રાહ જોતું રહે છે...! ❤️🩹
✍🏻 © Shefali Shah
📖 શબ્દોને સરનામે