હું એક મુસાફર છું, મારી મંઝિલની શોધમાં...
મારી પાસે શબ્દો છે, લાગણીઓ છે અને અનેક અધૂરી વાતો છે.
દુનિયા મને શું સમજે છે એનો મને અફસોસ નથી, કારણ કે મારી કલમ જાણે છે કે હું કોણ છું.
મેં જીવનમાં અભાવ જોયો છે, સંબંધો બદલાતા જોયા છે અને માણસોની સાચી ઓળખ પણ અનુભવી છે.
હવે મારે કોઈની સામે મારી જાતને સાબિત નથી કરવી.
મારે મારી કલમથી એવી ઓળખ બનાવવી છે કે મારા શબ્દો કોઈના દિલને સ્પર્શે અને કોઈને જીવનમાં આગળ વધવાની હિંમત આપે.
હું એક મુસાફર છું... પણ મારી કલમની મુસાફરી હજુ લાંબી છે.
— એક મુસાફર લેખિકા