શબ્દોમાં પ્રાણ પૂરો કવિ તમે.
હેત હૈયાંનું હવે ધરો કવિ તમે
છે સૌ આપણે આખરે અધૂરા
પૂર્તતા એની તો કરો કવિ તમે
મનના ખેતરમાં ઊગ્યું મબલખ
એનો અર્થ મૂકો ખરો કવિ તમે
વાત દિલની દિલલગી પહોંચે
કલ્પનાના વહેણે તરો કવિ તમે
ઢંઢોળો આતમને શબ્દો થકી
હર ડગલે વિજય વરો કવિ તમે
- ચૈતન્ય જોષી દીપક પોરબંદર