પડતર દિવસ કેમ આવે?
દિવાળી માટે નિશીથવ્યાપિની અમાવસ્યા લેવાનું વિધાન છે. અર્થાત્ સવારે ગમે તે તિથિ હોય, પરંતુ રાત્રે અમાસ હોય તો જ દિવાળી ઉજવાય.
જેમ કે, આ વર્ષે ૮ તારીખે સવારે ચૌદશ હતી, પરંતુ સાંજે અમાસ હોવાથી આપણે દિવાળી ઉજવી.નવવર્ષ માટે સૂર્યોદયના સમયે એકમ તિથિ હોવી આવશ્યક છે. ૯ તારીખે સૂર્યોદયના સમયે પણ અમાસ જ હોવાથી તે દિવસે નવવર્ષ ઉજવાતું નથી. જ્યારે ૧૦ તારીખે સૂર્યોદયના સમયે એકમ તિથિ હોવાથી તે દિવસે બેસતું વર્ષ ઉજવવામાં આવે છે.
આમ, દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે આવતો દિવસ ‘પડતર દિવસ’ કહેવાય છે.