વરસ છે બેસતું પણ કોઈ બેસતું નથી.
મુખ રાખે હસતું પણ કોઈ બેસતું નથી.
દરેકને છે ઉતાવળ સંબંધીને મળવાની
સાલ મુબારક વદતું પણ કોઈ બેસતું નથી
સૌને વીતે વરસ સરસ એજ અભિલાષા
ચહેરા દેખી મલકતું પણ કોઈ બેસતું નથી.
શુભેચ્છા અને આશિષ ઠેરઠેર ઉભરાતા
વડિલોના પગ પકડતું પણ કોઈ બેસતું નથી.
નવું વરસને નવલી આશા જાગે મનમાંહી
એક વર્ષ જાય સરતું પણ કોઈ બેસતું નથી
ચૈતન્ય જોષી દીપક પોરબંદર .