Alwyas Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Alwyas Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Alwyas quote can lift spirits and rekindle determination. Alwyas Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Alwyas bites

જ્યાં આવજોમાં પણ લાગે મીઠો આવકારો એ મારું ગુજરાત,
વિદેશી સંગીતના તાલે પણ ગરબે ગુમતું એ મારું ગુજરાત,
"જય શ્રી કૃષ્ણ"બોલીને થાય અહીંયા પ્રેમથી સૌનું સ્વાગત ,
જ્યાંના લોકો દિલના ભોળા પણ વેપારના પાકા એ મારું ગુજરાત ..

ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ🙏

#Alwyas smile😊❤️
✍🏻Meera soneji

લોકોની એવી માન્યતા હોય છે કે માટીના રમકડાં જલદી તૂટી જતાં હોય છે પરંતુ જો તમારી સાચવણી ના હોય ને તો પ્લાસ્ટિકના રમકડાં પણ જલદી તૂટી જાય છે. સબંધનું પણ એવું જ છે સબંધ નજીકના હોય કે દૂર ના જો તમારી સાચવણી ના હોય ને તો એને તૂટતાં વાર નથી લાગતી..


#Alwyas smile 😊❤️
✍🏻Meera soneji

શું ખરેખર આપનો દેશ સ્વતંત્ર છે ના આપણો દેશ સ્વતંત્ર ખરા અર્થમાં ત્યારે કેહવાશે જ્યારે સ્ત્રીઓ પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ જાત ના ભય વિના જીવી શકશે. આપણે એવા દેશમાં જીવ્યે છીએ જ્યાં સ્ત્રીને ઉતરતા સ્થાને રાખવામાં આવી છે, અન્યાય અને અત્યાચારો સહન કરીને જ જીવવામાં નારિત્વનું ગોરવ સમજવામાં આવ્યું છે.સ્ત્રી જ્યારે લગ્ન કરીને સંસાર માંડે છે ત્યારે તેના સપનાઓનું કોઈ મૂલ્ય રેહતું જ નથી તેના સપનાઓનું સ્થાન જવાબદારી માં ફેરવાઈ જાય છે. એક સ્ત્રી જ્યારે માતા બનવાની હોય છે ત્યારે તેના ઉદરમાં શું હશે છોકરો કે છોકરી એ જાણવાની ઉત્સુકતા બધા ને હોય છે પરંતુ એ સ્ત્રીના હૃદયમાં શું છે તે જાણવાનું જરૂરી પણ લાગતું નથી. જો પુત્રી હોય તો ભાગ્યને દોષ આપવામાં આવે છે ને જો પુત્ર હોય તો ખુશી માનવે છે. એમાં પણ જો પુત્રના જન્મ પછી પુત્ર મોટો થઈ ને કંઇક મોટું કામ કરે તો પિતાના સંસ્કારના ગુણ ગાવામાં આવે અને જો એ જ પુત્ર કોઈ ખોટું કામ કરે તો માતા ના લોહીને દૂષિત ગણવામાં આવે. શું આ જ છે આપણા સમાજની વાસ્તવિકતા? આપનો દેશ ખરેખર સ્વતંત્ર ત્યારે થશે જ્યારે એક નારીને માન સ્મમાન ભર્યું જીવન મળી રહે..

#Alwyas smile 😊❤️
✍️ Meera soneji

સાચા પ્રેમમાં નથી કોઈ જાસુસીનું કામ,
એ તો બે દિલને ધડકતા રાખવાનું કામ,
વિશ્વાસ ભરી આઝાદીની છે અનેરી પાંખો,
નથી એમાં પીંજરા સમાન બંધનનું કામ,

#Alwyas smile 😊❤️
✍️Meera soneji

ક્યારેક કોઈ વ્યક્તિને સલાહની જરૂર નથી હોતી. જરૂર હોય છે તો માત્ર મીઠા બે શબ્દો અને હુંફની. કારણકે આપણે તો આપણી સમજણ પ્રમાણે સલાહ આપીને નીકળી જઈએ છીએ પરંતુ તે વ્યક્તિ પર શું વિતે છે એ આપણે અનુભવ નથી કરી શકતા..

#Alwyas smile 😊❤️
✍️Meera soneji

રંગ બદલતી આ દુનિયામાં એક તારો સાથ મળી રહે,
બસ એનાથી વિશેષ તો શું હોય?,

સફર ભલે કઠિન હોય આ હાથોમાં તારો હાથ મળી રહે,
બસ એનાથી વિશેષ તો શું હોય?,

આ પતઝડ જીવનમાં તારી લાગણીની વસંત મળી રહે,
બસ એનાથી વિશેષ તો શું હોય?,

મારી થાકીને હરેલી જિંદગીને તારો વિસામો મળી રહે,
બસ એનાથી વિશેષ તો શું હોય?..

#Alwyas smile 😊❤️
✍️Meera soneji

દોસ્તી એટલે એક એવો સંબંધ કે જેમાં કોઈ મતલબ વગર જીવનભરનો સાથ હોય.જેની સાથે શબ્દોની ગોઠવણી કર્યા વગર મન મૂકીને વાતો કરી શકાય. જેની સાથે હસી પણ શકાય અને રડી પણ શકાય. જે ક્યારેક આપણા ચૂપ રહેવા પાછળનું કારણ પણ વગર કહે સમજી જાય. આ મતલબી દુનિયામાં આવા મતલબ વગર ના દોસ્ત બહુ ઓછાં મળે છે. જો તમારી પાસે આવા દોસ્ત હોયને તો એમને સાચવીને રાખજો...

#Alwyas smile 😊❤️
✍️Meera soneji

તમારા જીવનની અંગત ડાયરી ને વાંચી શકે એવા અંગત તો ઘણા હશે. પરંતુ તલાસ તો હંમેશા એવા વ્યક્તિની હોય છે જે ડાયરીમાં કોરા રાખી દીધેલા પાના વાંચીને સમજી શકે..

#Alwyas smile 😊❤️
✍️Meera soneji

મન આજ પતંગિયું બની ભમ્યા કરે છે,
એ તો બસ તને મળવા થનગન્યા કરે છે,
અગણિત સપનાઓમાં વિહરતું, ઝુમતું,
રંગબેરંગી લાગણીઓ સજાવ્યાં કરે છે..

#Alwyas smile😊❤️
✍️Meera soneji