મારાં હાથની તો કઈ જ વાત નથી,
પણ હું કેમ મારું મારું કરી બેઠો છું,
ખબર છે આવ્યાં બધાં ખાલી હાથે,
તો પણ એમને કેમ સમજાય નહીં,
માંગી માંગીને ભેગું કરે હાથ પર,
થોડુંક જરુર ને હવે કઈ સમાય નહી,
જોવ તો રોજ ખાલી હાથ મળે,
સહેજ ભાર વધે ને મુકાય જાય નીચે,
કેવી ગોઠવણ કરી એણે આ ભારની,
જો લે તો એને ઝાઝું સહન થાય નહીં.
મનોજ નાવડીયા