ભારત માં નાની મોટી ગણીને લગભગ 5000 જેટલી વિદેશી કંપનીઓએ રોકાણ કર્યું છે
આ 5000 વિદેશી કંપનીઓએ આપણા દેશમાં અગણિત રોજગારી ઉભી કરી છે
અને લાખો પરિવાર ને રોજી-રોટી મળી રહે છે.
પરંતુ આમ જુઓ તો
આપણે એ ભ્રમ માં જીવીએ છીએ
કારણ સાથે સમજાવું
(1) સસ્તું લેબર ઇન્ડિયા માં છે
એમને પોતાના દેશમાં એક કલાક ના સરકારે નક્કી કરેલા ધોરણ મુજબ ડોલર નો પગાર આપીને કર્મચારી રાખવા પડે.
એમનો 1 કર્મચારી = 4 ભારતીય કર્મચારી ( 3 ભારતીય કર્મચારી પાસેથી મફત માં કામ કરાવ્યું ગણાય )
આ તો હું સ્કિલ્ડ વર્કરો ની વાત કરું છું.. મજૂરો ની નહિ...
મજૂરો તો એથીયે સસ્તાં માં પડે એમને…
(2) સબસીડી નો ફાયદો
ભારતીય સરકાર તરફથી ઘણી એવી વિદેશી કંપનીઓને ભારતમાં રોકાણ કરવા બદલ સબસીડી આપવામાં આવે છે.. (સબસીડી એ એવી વસ્તુ છે જે સરકાર તરફથી મળે જેની પાછી ચુકવણી કરવાની હોતી નથી)
(3) વિશાળ કન્ઝ્યુમર માર્કેટ
દરેક વિદેશી કંપનીઓને ખબર છે કે ભારત એ ઈન્સાનો નો ભંડાર છે
એમની પ્રોડક્ટ નું વેચાણ ચાર સેલિબ્રેટીના માર્કેટિંગ દ્વારા આસાનીથી કરી શકાય છે.
કારણ કે ભારતીયો દેખાદેખી ને લઈને વધારે પડતા ખેંચાઈ જતા હોય છે એવું એમણે INDIAN WEDDING માં જોઈ લીધું છે
(4) અઢળક પ્રોફિટ
વિકસિત દેશોની આકર્ષિત બ્રાન્ડ કરોડો નો નફો ભારતીયો ના ખિસ્સા માંથી પોતાના દેશમાં લઇ જાય છે
જેનો અહેસાસ ભારતીયો ને થતો જ નથી - કારણ કે તેઓ ની નજર માત્ર બ્રાન્ડ ઉપર જ અટકેલી છે...
અને એટલે
રોજી રોટી આપીને અને એમની પ્રોડક્ટ ને ભારત માં વેચી ને એ લોકો આમ તો આપણને લૂંટે જ છે
તો તમે જ નક્કી કરો
કે
વિદેશી મૂડી ભારતમાં આવે છે ?
કે
ભારતીય મૂડી વિદેશમાં જઈ રહી છે ?? (આવી વિદેશી કંપનીઓના હજારો કરોડો ના નફા રૂપે)
અંગ્રેજો કરતા જુદી રીતની છે
પણ છે તો લૂંટ જ .... જો આપણને દેખાય તો....
🙏🙏🙏