"અષાઢી બીજની શુભેચ્છાઓ"
"વ્યોમ" પર ઘનઘોર વાદળ ગરજે.
ને ઝગમગ ઝગમગ વિજળી ચમકે.
નૂતન વર્ષે કચ્છી માડુંનાં હૈયાં હરખે.
અષાઢી બીજની શુભેચ્છાઓ તમને.
ઝરમર ઝરમર મેહુલિયો ખૂબ વરસે.
આવો ભેરુબંધ તમે અમારા મુલકે.
આંખો પાથરીને બેઠાં રાહ જોતાં,
મિત્ર મિલન કાજે અમ દલડું ધડકે.
સુકી ધરતી પર છવાઈ હરીયાળી,
અષાઢી ભીની માટીયે કેવી મહેકે.
સ્વાગતમાં જગન્નાથજી, પુષ્પ વેર્યાં,
રથયાત્રાના દર્શને અધીરું મન તડપે.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર