(...વીર કાંડા તારે...)
વહાલા વીર કાંડા તારે
બાંધું હૂં હિરની દોરી ને વારુ ગાયઠુ મોતી ભરેલી દોરીએ..(૨)
એક ગાંઠ વારુ ને
માંગુ ભાઈ મારા ઉંમર તારી જાજી...
વ્હાલાં વીર કાંડા તારે
બાંધું હૂં હિરની દોરી ને વારુ ગાયઠુ મોતી ભરેલી દોરીએ..(૨)
બીજી ગાંઠ વારુ ને
માંગુ મારા માડી જાયા પગલે ને ડગલે સુખ તારે
વ્હાલાં વીર કાંડા તારે
બાંધું હૂં હિરની દોરી ને વારુ ગાયઠુ મોતી ભરેલી દોરીએ..(૨)
ત્રીજી ગાંઠ વારુ ને
માંગુ ભયલા રિદ્ધિ સિદ્ધિ ને વધારે ઈજ્જત
વ્હાલાં વીર કાંડા તારે
બાંધું હૂં હિરની દોરી ને વારુ ગાયઠુ મોતી ભરેલી દોરીએ..(૨)
ચોથી ગાંઠ વારુ ને
માંગુ મારા લાડકવાયા આસુ ના ભીંજવે કોઈ દી તારી આંખને ચહેરો રયેે કાયમ હસતો તારો..
વ્હાલાં વીર કાંડા તારે
બાંધું હૂં હિરની દોરી ને વારુ ગાયઠુ મોતી ભરેલી દોરીએ...
_સોનલ રાવલિયા.....