૧. મહેનત અને નસીબ
નસીબની રેખાઓ પર ભરોસો ન કર "સ્વયમ્'ભૂ" એટલો,
પરસેવાની સ્યાહીથી જ લખાય છે તારો "સ્વયમ્'ભૂ"ફેંસલો.
૨. હિંમત અને સંઘર્ષ
રાતના અંધકારથી ડરીને ક્યાં સુધી"સ્વયમ્'ભૂ"બેસીશ?
સૂરજ બનીને ખુદ તું જ તારો રસ્તો કંડાર "સ્વયમ્'ભૂ"
૩. પડકારોનો સામનો
તોફાનોથી ડરીને કિનારે બેસવું મને મંજૂર નથી,
લહેરો સામે લડીને જીતવું "સ્વયમ્'ભૂ"હવે બહુ દૂર નથી.
૪. સફળતાનો શોર
તારી મહેનતની શાંતિ ભલે કોઈ ના સમજે,
તારી સફળતાનો શોર આખી દુનિયા"સ્વયમ્'ભૂ"સાંભળશે.
૫. ખુદ પર વિશ્વાસ
ખુદ પર વિશ્વાસ હોય તો પહાડ પણ ઝૂકી જાય છે,
મંઝિલની શું ઓકાત, એ પણ સામેથી"સ્વયમ્'ભૂ"મળી જાય છે.
૬. અલગ રસ્તો
ભીડની પાછળ ચાલવાની મારી કોઈ આદત નથી,
મારો રસ્તો હું"સ્વયમ્'ભૂ"ખુદ બનાવું, કોઈ સહારાની જરૂરત નથી.
૭. નિષ્ફળતાથી શીખ
પડ્યા પછી પણ ફરીથી ઊભા થવાની જે મજા છે,
એમાં જ તો છુપાયેલી અસલી જીતની સાચી"સ્વયમ્'ભૂ"મજા છે.
૮. ધીરજ
ધીરજ રાખજે દોસ્ત, આ કઠિન સમય પણ વીતી જશે,
કાંટાઓ વચ્ચે સંઘર્ષ કરતું તારું ફૂલ"સ્વયમ્'ભૂ"જરૂર ખીલી જશે.
૯. લક્ષ્ય પર ધ્યાન
લોકોના મેણાં-ટોણાંથી તું તારી મંઝિલ ના બદલ,
તારા સપનાંઓને સાકાર કરવાની"સ્વયમ્'ભૂ"તું જિદ્દ ના બદલ.
૧૦. અંદરની આગ
તારી અંદરની આગને ક્યારેય તું"સ્વયમ્'ભૂ"બુઝાવા ના દેતો,
હારીને બેસવાનો વિચાર મનમાં કદી લાવવા ના દેતો.
અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"