માં શૈલતનયા.
શરણાગત છીએ માં શૈલતનયા.
ભજનરત છીએ માં શૈલતનયા.
દુ:ખહર્તા સુખદાયની માતા;
સ્મરણ સેવકને સુખદાતા.
વંદન શતશત માં શૈલતનયા.
આદ્યશક્તિ માં કરુણાકારી,
કરોને દયા તમે હેત પ્રસારી.
તમે રાખોને પત માં શૈલતનયા.
શિવા સ્વરૂપ માં અંતરયામી,
વિનવું માં તમને શીશ નમામી.
પ્રનવઉ શરણાગત માં શૈલતનયા.
બુદ્ધિ દેજો શક્તિ દેજો માં તમે,
ભક્તિ દેજો અનુરક્તિ દેજો તમે.
રહે મસ્તક ઉન્નત માં શૈલતનયા.
-ચૈતન્ય જોષી દિપક, પોરબંદર.