Quotes by Gautam Patel in Bitesapp read free

Gautam Patel

Gautam Patel

@gautam0218


નેપાળ 🇳🇵

નેપાળમાં પોતાનું સામ્રાજ્ય ખડું કરનાર
અને તે દેશમાં રાજાશાહીની પ્રથા દાખલ કરનાર
રાજા પૃથ્વી નારાયણ મૂળ ભારતના હતા.~
ભારતમાં તેમના રજવાડાનું નામ ઉદયપુર!
અલબત્ત, ઉદયપુરને બદલે મેવાડ કહો તો પણ ઐતિહાસિક રીતે ખોટું નહિ, કેમ કે અસલ રાજ્ય મેવાડ હતું. સૂર્યવંશી રાણાઓ ત્યાં શાસન ચલરાણા હતા.
મુસ્લિમો સાથે તેમને સખત અણબનાવ હતો. આઠમી પેઢીએ
જન્મેલા રાણા કાળભોજે તો મેવાડનું સામ્રાજ્ય છેક
પેશાવર સુધી ફેલાવ્યું હતું અને રાવળપિંડી નગર પણ વસાવ્યું હતું.
વર્ષો બાદ અકબરે ફેબ્રુઆરી ૨૮, ૧૫૬૮ ના દિવસે મેવાડના રાણા ઉદયસિંહ બીજાને પરાજય આપ્યો.
ઉદયસિંહે દક્ષિણ તરફ પીછેહઠ કરવાની અને પહાડો વચ્ચે
નવા વસાવેલા ઉદયપુરને પોતાનું નવું પાટનગર બનાવવાની
ફરજ પડી. આઠ વર્ષ પછી રાણા પ્રતાપ અને તેમનાં સૂર્યવંશી
આપ્તજનો પણ અકબર સામે હાર્યા. લડાઇમાં જેઓ બચી
ગયા તેઓ રાજસ્થાન છોડી ગયા, કેમ કે મુસ્લિમ બનવું પડે
એ તેમને હરગીઝ કબૂલ ન હતું. હિન્દુ ધર્મ તેમના માટે સર્વસ્વ
હતો. અમુક રાણાઓ તથા લશ્કરી સરદારો નેપાળ પહોંચ્યા.
ઉદયપુરના કટ્ટર હિન્દુવાદી રાજપૂત સરદાર પૃથ્વી નારાયણે
૧૭૪૨માં નેપાળ પર કબજો જમાવ્યો. નેપાળને તેણે હિન્દુ
રાષ્ટ્ર જાહેર કર્યું.
https://www.facebook.com/share/p/1BcLYS3XMd/

Read More