બ્રહ્મચારિણી મા બુદ્ધિ પ્રદાતા.
ભીડભંજની મા ભાગ્યવિધાતા.
મંગલકરણી મહા સુખકારી,
રોગ શોક આપદા ને નિવારી.
કલેશનિવારિણી સર્વ સુખ દાતા..૧
દૃષ્ટદમની મુનિજન સુખદાઈ,
કષ્ટનાશિની મા કરુણાકારી.
પાપવિમોચિની સુખ શાંતિપ્રદાતા..૨
કલિકલેશહારિણી શ્વેતાંબરધારી,
કૃપાકારિણી ભક્તવત્સલતાધારી.
કલિમલહારિણી મા શુભ્રવરદાતા..૩
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.