Gujarati Quote in Blog by Bhavisha Mungapara

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પ્રભાવશાળી યુવાનનું જીવન !

દરેક મનુષ્ય યુવા અવસ્થામાંથી પ્રસાર થાય જ છે. કહેવાય છે કે દરેક મનુષ્યને 3 અવસ્થામાંથી પ્રસાર થવાનું હોય છે. બાળપણ, યુવા અને વૃધ્ધા અવસ્થા. આ 3 અવસ્થામાંથી યુવા અવસ્થાએ એવી અવસ્થા છે કે મનુષ્ય પોતાનો વ્યક્તિત્વનો વિકાસ પોતાની જાતે કરવા સમર્થ હોય છે. મનુષ્યની શારીરિક દ્રષ્ટિએ 3 અવસ્થા પણ જ્યારે તેમની પોતાની વૃધ્ધા અવસ્થા સુધી પોતાની જાતને, વ્યક્તિત્વને, વિચારોને અને કાર્યક્ષમતાને યુવાન રાખવાની ક્ષમતા હોય છે. હમેશાં યુવાન રહેવાનો અર્થ એ છે કે નવા સ્વાદ અજમાવવા, નવી જગ્યાઓ પર જવું અને નવી શૈલીઓ અપનાવી. મનુષ્યનું શરીર ચોક્કસ વૃધ્ધ થાય છે પણ તે માનસિક રીતે હમેશાં યુવાન રહી શકે છે. સશક્ત યુવાન હમેશાં પોતાની જાત અને કાર્યક્ષમતાની વૃદ્ધિ કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે.

Gujarati Blog by Bhavisha Mungapara : 112024248
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now