" જાગો, પ્રકૃતિ કરે પોકાર "
ધરતી લીલીછમ રાખવા, આજે સંકલ્પ એક કરીએ,
આવનારી પેઢીને કાજે, ચાલો પર્યાવરણને વરીએ.
કાપીને ઊંચા જંગલો, ઊભી કરી સિમેન્ટની દીવાલો,
પીંખાયા પક્ષીઓના માળા, હવે તો જરા સંભાળો!
પાણી નદીઓનાં કર્યા અશુદ્ધ ને વાતાવરણને પ્રદૂષિત,
પ્લાસ્ટિકનો વપરાશ તજી, સૃષ્ટિ કરો પાવન-સુશોભિત.
એક વૃક્ષ તમે વાવજો આજે, એક વૃક્ષ હું પણ વાવું,
જતન કરી એનું ધરતી માના શણગારને સુંદર બનાવું.
હજી સમય છે જાગવાનો, ના વહોરીએ કુદરતનો પ્રકોપ,
પર્યાવરણ બચાવી વ્યોમ", સૃષ્ટિને આપીયેં નવો ઓપ.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર