થોડું થોડું કરીને જે ધન ભેગું થાય,
એ સુખ પણ આપે, ને શાંતિ પણ આપે,
અને જ્યારે ભેગું કરવાની ઉતાવળ આવે,
ત્યારે કદાચ,
જીવનમાં સુખ તો આવે, પરંતુ
એ સુખ ટકવાનો સમયગાળો
ટૂંકો થઈ થઈ જતો હોય છે,
ને અશાંતિનો સમયગાળો
ઘણો લાંબો થઈ જાય છે,
ને કદાચ...અસહ્ય પણ.
- Shailesh Joshi