આઈ કેન સી યુ!!

(4)
  • 1.7k
  • 0
  • 548

એક છોકરી જે ભૂતો ને જોઈ શકે છે, વાતો કરી શકે છે અને સાથે તેમની મુશ્કેલીઓ હલ પણ કરી શકે છે. પણ ત્યારે શુ થશે જ્યારે એક પ્રેત તેની મદદ માં તેની પ્રિય વ્યક્તિ અથવા તો તેનો જીવ માંગશે? જાણવા જોડાઈ જાઓ....." આઈ કેન સી યુ....!"

1

આઈ કેન સી યુ!! - 1

" ફરી એક અનોખા વિષય સાથે હાજર છું. આશા છે તમને ગમશે. આ ધારાવાહિક સમપૂર્ણ રીતે કાલ્પનિક છે. અને મનોરંજન માટે લખવામાં આવી છે. આનો હેતુ કોઈ પણ જાતિ કે ધર્મ ને ઠેસ પહોચાડવાનો નથી."રાત ના લગભગ ત્રણેક વાગ્યા હશે. કહેવાય છે કે આ સમયે લૌકિક અને અલૌકિક શક્તિઓ એક થતી હોઈ છે. આ સમયે પ્રેતો નો આ ધરતી પર પ્રવેશ માટે દરવાજો ખૂલતો હોઈ છે. ત્યારે પ્રેત ની શકિત સૌથી વધારે શકિતશાળી હોઈ છે. એટલે આ સમયે ઘાટ નિંદ્રા પણ ત્યારે જ આવતી હોય છે.આ સમયે જ્યારે બધા ઘાટ નિંદ્રા માં હોઈ તે સમયે એક ઘાયલ છોકરી ભગવાન ...Read More

2

આઈ કેન સી યુ!! - 2

અવધિ ના નામ ની બૂમો મારતો એક છોકરો જેવો તેના રૂમ માં આવ્યો કે બધું એકાએક શાંત થઈ ગયું. હમણાં અવધિ ના ઘર ની હાલત અને જાતે અવધિ ની આવી હાલત જોઈ તે છોકરા ને બધું સમજાઈ રહ્યું હતું.તેણે સમય બગડ્યા વગર અવધિ ને બાજુમાં ઉઠાવી અને તરત જ ત્યાંથી લઈને હોસ્પિટલ જવા નીકળી ગયો. તેના જતા જ ફરી એક ધુમાડા સાથે તે આકૃતિ પ્રગટ થઈ અને તેણે એક તીક્ષ્ણ અવાજમાં હાસ્ય રેડતા કહ્યું," હોસ્પિટલ? હા? મારી પણ મોત ત્યાં જ થઈ હતી. હવે તારી પણ અંતિમ શ્વાસ ત્યાં જ ગણાશે."************************અવધિ ના શરીર પર ઘા હતા. પણ એટલા ઉંડા ...Read More

3

આઈ કેન સી યુ!! - 3

અવધિ ને તે પ્રેત હમણાં એ સત્ય સારંગ ના સામે કહેવા માટે કહી રહી હતી જે તે પોતે જ નહોતી. બસ એક વાયદો કર્યો હતો જે હમણાં તે નિભાવી નહોતી શકતી. અને એ જ સત્ય કહેવા તે તેને કહી રહ્યો હતો.અવધિ ને એમ એકલા એકલા બબડતા જોઈ સારંગ ગુચવણ સાથે ચિંતા અનુભવી ઉભો થયો અને ત્યાં ના સિનિયર ડોક્ટર ને બોલાવવા લાગ્યો. પણ તેણે હજુ જોરથી બૂમ મારતા " ડૉ.....!!" કહ્યું જ હશે કે તેનો અવાજ ગળા માં જ અટકી ગયો. તે આગળ બોલી જ ન શક્યો. તેનું ગળુ અંદર ને અંદર ભિસાવવા લાગ્યું. તેણે આંખો ફાડીને અવધિ સામે ...Read More