I can see you!! - 3 in Gujarati Horror Stories by Aamena books and stories PDF | આઈ કેન સી યુ!! - 3

The Author
Featured Books
Categories
Share

આઈ કેન સી યુ!! - 3








અવધિ ને તે પ્રેત હમણાં એ સત્ય સારંગ ના સામે કહેવા માટે કહી રહી હતી જે તે પોતે જ જાણતી નહોતી. બસ એક વાયદો કર્યો હતો જે હમણાં તે નિભાવી નહોતી શકતી. અને એ જ સત્ય કહેવા તે તેને કહી રહ્યો હતો. 

અવધિ ને એમ એકલા એકલા બબડતા જોઈ સારંગ ગુચવણ સાથે ચિંતા અનુભવી ઉભો થયો અને ત્યાં ના સિનિયર ડોક્ટર ને બોલાવવા લાગ્યો. પણ તેણે હજુ જોરથી બૂમ મારતા " ડૉ.....!!" કહ્યું જ હશે કે તેનો અવાજ ગળા માં જ અટકી ગયો. તે આગળ બોલી જ ન શક્યો. તેનું ગળુ અંદર ને અંદર ભિસાવવા લાગ્યું. તેણે આંખો ફાડીને અવધિ સામે જોયું અને પોતાના બંને હાથે ગળુ પકડતા અવધિ ને ઈશારો કર્યો. 

અવધિ ના આ જોઈ આંસુ નીકળી ગયા. ત્યાં જ સારંગ જમીને થી ધીમે ધીમે હવા માં અધ્ધર થવા લાગ્યો. આનાથી તેના શરીર માં ડર ના માર્યા કંપારી છુટવા લાગી. જ્યારે અવધિ બેડ પર હાથ પગ મારતા "તેને નીચે ઉતારી દે" એની મીન્નતો કરવા લાગી. 

અવધિ ના શ્વાસ ભરાવવા લાગ્યા. જ્યારે સારંગ નું પોતાના હાથે જ પકડેલું ગળુ આપોઆપ દબાવવા લાગ્યુ. તે પણ હવા માં ઉછાળા મારવા લાગ્યો. અવધિ રડતા રડતા બોલી," પ્લીઝ સારંગ ને છોડી દે. એમનો કોઈ વાંક નથી. હું જ ગુનેગાર છુ જે તને કરેલો વાયદો ના નિભાવી શકી. પ્લીઝ સારંગ ને છોડી દે." 

" એ ને જ તો નથી છોડવો .....!!" એક જોરદાર અવાજ આવ્યો અને ધીમે ધીમે ત્યાં તેના બેડ પાસે ધુમાડો છાવવા લાગ્યો.  

અવધિ એ હાર માનીને આંખો બંધ કરી કે ત્યાં જ ધુમાડો જોઈ તેમાં થી પ્રગટ થતી આકૃતિ જોઈ સારંગ ની આંખો કઈક વધારે જ ફાટી ગઈ. તેનો જીવ જાણે હમણાં જ જતો રહેશે એમ તે હવા માં પોતાને છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યો. 

ધુમાડો ધીમે ધીમે ઘેરો થવા લાગ્યો. તેમાં ધીમે ધીમે એક માણસ ની છવી બનવા લાગી. તે જેમ જેમ ક્લીઅર થતો હતો એમ એમ વધારે ને વધારે બિહામણો લાગતો જતો હતો.
તે પ્રેત હમણાં પોતાનો અસલી રૂપ લઈને સારંગ ના સામે ઊભી હતી. 

પૂર્ણ રૂપે બળી ગયેલું તેનું શરીર હમણાં ચૂંથાઈ ગયું હતું. શરીર ના દરેક અંગ ની બળી ગયેલી તેની ચામડી કાળી પડી ને લટકી ગઈ હતી. તેમાનું માસ પણ કાળું થઈ ગયું હતું. શરીર નું લોહી જાણે બધું ફકત આંખો માં જ આવી ગયું હોય એમ તેમ તેની કીકી પણ લાલ થઇ ગઇ હતી. ચેહરો પણ અડધો ઉપર બળી જવાના કારણે ખોપડી દેખાવવા લાગી હતી. તેને જોઈ કોઈ ના પણ શ્વાસ છૂટી જાય એવી તે પ્રેત આત્મા સારંગ પાસે ધીમે ધીમે આવી ને સારંગ ના એકદમ સામે ઉભી રહી પોતાના ખરડાયેલા અવાજ માં બોલી," તો.... યાદ આયા? કોન હું મે? મિસ્ટર સારંગ રઘુવંશી!"

" પ્લીઝ મારા સારંગ ને છોડ દે.... એ તને નથી જાણતા... મે એમને કશું કહ્યું જ નથી.....! પણ હું હમણાં જ બધું કહું છું. શું છે? શું નહિ? અને તને શું જોવે છે? પ્લીઝ સારંગ ને છોડ દે..... એમના શ્વાસ રૂંધાઇ રહ્યા છે." અવધિ રડતા રડતા કરગરીને બોલી. 

" ઓહ હો હો!!! પતિ ની આટલી ચિંતા?" તે પ્રેત એકદમ ખૂંખાર અવાજ માં મજાક કરતા હસ્યો ને પછી એકદમ થી સારંગ ને ઉછાળી ને સીધો સામેની દીવાલ પર ઘા કર્યો.

સારંગ ની માર ના કારણે પસ્લીઓ તૂટી ગઈ. તે શ્વાસ ની અછત પૂરી થવા ના કારણે તરત જ ખાસવા લાગ્યો. તેનો ચહેરો લાલ પડી ગયો હતો. જેની માંસપેશીઓ પણ ફૂલી ને પારદર્શક થવા લાગી હતી. 

તે હમણાં ભરેલા આઇસીયુ માં હતા. જ્યાં દર્દીઓ ખચાખચ ભરેલા હતા. પણ મજાલ કે અવધિ અને સારંગ ની બૂમો કે હાલત કોઈના નજરે પડતી હોઈ. જાણે તે લોકો હમણાં ત્યાં છે જ નહિ એમ લાગી રહ્યું હતું. આ બધું પેલા પ્રેત ના કારણે..... તે હજુ કોઈ મોટું કામ કરે તે પહેલાં જ ત્યાં પાછળ થી અવાજ આવ્યો....." શિવા!!" 

" શિવા?" અવધિ એ હેરાની માં કહ્યું તો તે બીજી પ્રેત બોલી," આ મને જોઈ શકે છે?" 

" તે દરેક પ્રેત ને જોઈ શકે છે.... સાંભળી શકે છે.... મદદ પણ કરી શકે છે.... અને લોકો નો જીવ પણ લઈ શકે છે." તે પ્રેત ( શિવા) એ જવાબ આપ્યો તો તે બીજી પ્રેત બોલી," કેવી રીતે?" 

" ચલ કહેવાનું ચાલુ કર!! તારા પતિ ને પણ સંભળાવ તે કયું મોટું સત્ય તેનાથી છુપાવ્યું છે." 

અવધિ એ કહેવાનું ચાલુ કર્યું.

ક્રમશઃ

( હમણાં થોડી ઘુંચાયેલી સ્ટોરી આગળ એકદમ જલેબી જેવી સીધી થઈ જશે..... બસ વાંચતા રહો.)