બેબ્સ, બ્લડ એન્ડ બોટ્સ

(5)
  • 1.5k
  • 0
  • 496

'બેબ્સ, બ્લડ એન્ડ બોટ્સ' એડલ્ટ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. જેમાં સાયન્સ-ફિક્શન, ફેન્ટસી, થ્રિલર, હોરર અને ડાર્ક કોમેડી જેવા જોનરનું મિશ્રણ છે. દરેક વાર્તાની થીમ અને સ્ટાઈલ એકબીજાથી અલગ છે. આ વાર્તાઓ યુનિક, બોલ્ડ અને વિચિત્ર વાર્તાઓના ચાહકો માટે લખાયેલ છે. તેઓ બંને ક્લબમાં મળ્યા હતા. ત્યાંનું સંગીત ડેનની છાતીમાં બીજા ધબકારાની જેમ ધબકી રહ્યું હતું. ડેન ત્રીસ વરસનો યુવાન અને કસેલા શરીરનો માલિક હતો. તેની સામે કાળા રંગનો ટૂંકો ટાઈટ ડ્રેસ પહેરેલી એક યુવતી બારને અડીને ઊભી હતી. પરફેક્ટ અને અતિ સુંદર ચહેરો, જાણે ચોકસાઇથી મઠારીને બનાવ્યો હોય. વાદળી અને લાલ રંગની ક્લબની નિઓન લાઇટ્સ તે યુવતીની ત્વચા પર પથરાઈ ગઈ હતી. તેની આંખો ડેનને જોતી એક સેકન્ડના અંતરે ધીમે-ધીમે ઝબકી રહી હતી.

1

બેબ્સ, બ્લડ એન્ડ બોટ્સ - 1

'બેબ્સ, બ્લડ એન્ડ બોટ્સ' એડલ્ટ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. જેમાં સાયન્સ-ફિક્શન, ફેન્ટસી, થ્રિલર, હોરર અને ડાર્ક કોમેડી જેવા જોનરનું છે. દરેક વાર્તાની થીમ અને સ્ટાઈલ એકબીજાથી અલગ છે. આ વાર્તાઓ યુનિક, બોલ્ડ અને વિચિત્ર વાર્તાઓના ચાહકો માટે લખાયેલ છે. ...Read More

2

બેબ્સ, બ્લડ એન્ડ બોટ્સ - 2

એપિસોડ 2 : હાર્ડ સર્વાઇવલબધા મરી ગયા હતા. હા, બધા જ. અને કિસ્મત કહો કે બદકિસ્મત, કોઈ પણ રીતે, દુનિયામાં હું જ એક બચ્યો હતો. આખી દુનિયા શાંત પડી ગઈ હતી. ચારે બાજુ દેખાતું હતું તો બસ જ્યાં-ત્યાં પડેલી ગાડીઓ, લૂંટેલી દુકાનો અને લોહીથી સુકાઈ ગયેલા રસ્તાઓ. બધા શહેરો કોઈ બેચલરના રૂમ જેવા અસ્ત-વ્યસ્ત થઈ ગયા હતા.આ બધુ થયું હતું એક દવાના લીધે. એક સ્ટાર્ટઅપ, જેના વિશે કોઈએ સાંભળ્યું ન હતું, તે લોકોને "હંમેશ માટેની યુવાની"નું વચન આપતી કોઈ ફાલતુ ટેબલેટ વેચી રહી હતી. ઇન્ફ્લુએન્સર્સ તેના ભરી-ભરીને વખાણ કરી રહ્યા હતા. સેલિબ્રિટીઓએ તેને સમર્થન આપી રહ્યા હતા. અને થોડા ...Read More