બેબ્સ, બ્લડ એન્ડ બોટ્સ - 1 in Gujarati Fiction Stories by Jignesh Chotaliya books and stories PDF | બેબ્સ, બ્લડ એન્ડ બોટ્સ - 1

Featured Books
  • અકસ્માત

             વહેલી સવારે અચાનક પત્ની સાથે સાપુતારા જવાનો અને વસં...

  • તુ મેરી આશિકી - 3

    ️ ભાગ ૩ ️ "હજી બાકી છે બધું…"પ્રારંભ – હાથમાં હાથ, પણ રાહ પડ...

  • કાલીધર લાપતા

    કાલીધર લાપતા- રાકેશ ઠક્કરઅભિષેક બચ્ચનનો OTT પર એક અભિનેતા તર...

  • ચંદ્રવંશી - પ્રકરણ 5

    સવારॐ सूर्याय नम: ।ॐ सूर्याय नम: ।।   બે હાથ વચ્ચે એક સોનાની...

  • બસ એક રાત....

    મધરાત્રી નો સમય છે ચારેતરફ સાવ શાંતિ છવાયેલી છે એક વિશાળ બંગ...

Categories
Share

બેબ્સ, બ્લડ એન્ડ બોટ્સ - 1

'બેબ્સ, બ્લડ એન્ડ બોટ્સ' એડલ્ટ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. જેમાં સાયન્સ-ફિક્શન, ફેન્ટસી, થ્રિલર, હોરર અને ડાર્ક કોમેડી જેવા જોનરનું મિશ્રણ છે. દરેક વાર્તાની થીમ અને સ્ટાઈલ એકબીજાથી અલગ છે. આ વાર્તાઓ યુનિક, બોલ્ડ અને વિચિત્ર વાર્તાઓના ચાહકો માટે લખાયેલ છે.


O X L


એપિસોડ : 1
સ્કિન ડીપ


તેઓ બંને ક્લબમાં મળ્યા હતા. ત્યાંનું સંગીત ડેનની છાતીમાં બીજા ધબકારાની જેમ ધબકી રહ્યું હતું. ડેન ત્રીસ વરસનો યુવાન અને કસેલા શરીરનો માલિક હતો. તેની સામે કાળા રંગનો ટૂંકો ટાઈટ ડ્રેસ પહેરેલી એક યુવતી બારને અડીને ઊભી હતી. પરફેક્ટ અને અતિ સુંદર ચહેરો, જાણે ચોકસાઇથી મઠારીને બનાવ્યો હોય. વાદળી અને લાલ રંગની ક્લબની નિઓન લાઇટ્સ તે યુવતીની ત્વચા પર પથરાઈ ગઈ હતી. તેની આંખો ડેનને જોતી એક સેકન્ડના અંતરે ધીમે-ધીમે ઝબકી રહી હતી.

"નામ?" તે સુંદર યુવતીએ પૂછ્યું, તેનો અવાજ જાણે શિયાળાની અડધી રાત્રે પીધેલી સિગારેટ જેવો કર્કશ પણ સેક્સી. બોલ્યા પછી તેણીએ પોતાના નીચેના હોઠને દાંતથી દબાવી દીધો.

ક્લબના ઘોંઘાટમાં ડેનને મુશ્કેલીથી તે યુવતીનો અવાજ સંભળાયો, પરંતુ તેના ઘાટા લાલ હોઠના હલનચલન પરથી ડેન સમજી ગયો. 

"ડેન," તેણે કહ્યું.

તે યુવતીનો હાથ ડેનના હાથને સ્પર્શ્યો. તેની ત્વચા માખણ જેવી નરમ અને હોટ-કોફી જેવી ગરમ હતી. એકદમ પરફેક્ટ. બંને એકબીજા સામે ભૂખ્યા સિંહ-સિંહણની જેમ જોઈ રહ્યા હતા.

અને પછી થોડા જ સમય પછી તેઓ બંને તે યુવતીના એપાર્ટમેન્ટમાં આવ્યા. એપાર્ટમેન્ટમાં લવંડરની સુગંધ આવી રહી હતી. એપાર્ટમેન્ટ સ્વચ્છ અને આછો પ્રકાશિત હતો. બંને અંદર આવ્યા અને દરવાજો તેમની પાછળ બંધ થયો.

તે યુવતી ડેનની નજીક આવી. તેમના શરીર અથડાયા નહીં, તાલબદ્ધ રીતે એકદમ નજીક આવ્યા. યુવતીએ ડેનનો કોલર પકડ્યો અને તેનો ચહેરો વધુ નજીક લાવ્યો. ડેને તેના ગરમ લયબદ્ધ શ્વાસને અનુભવ્યો.

“તારું શરીર અને શ્વાસ ગરમ છે.” ડેને હળવેથી કહ્યું.

“ચાલ તને પણ કરી દઉં.” તેણીએ છંછેડતા કહ્યું.

ડેન હજુ પૂરી મુસ્કાન આપે તે પહેલા તેણીએ પોતાના હોઠ તેના હોઠ પર મૂકી દીધા. આ ઊંડી અને ભીની કિસ લાંબી ક્ષણ સુધી ચાલી. બંનેના શ્વાસ એક થઈ ગયા હતા. ચાલુ કિસે તેણી ડેનના શર્ટના બટન ખોલવા લાગી. તે દરમિયાન તેના હાથનો સ્પર્શ ડેનના ખુલ્લા શરીર પર થતાં તેના શરીરમાં એક તરવરાટ દોડી ગયો. ડેને તેણીના હિપ્સને પોતાના બંને હાથોથી પકડીને પોતાના તરફ નીચેથી ખેંચી. કિસની ઝડપ અને તીવ્રતા વધી, સાથે તે બંનેના શરીના તાપમાન પણ.

બંનેના કપડાં નીચે સરકવા લાગ્યા. ડેનનો હાથ તેના ચહેરા પરથી સરકતો નીચે અને નીચે જઈ રહ્યો હતો. આટલા પરફેક્ટ બ્રેસ્ટસ તેણે ક્યારેય જોયા કે સ્પર્શ્યા નહોતા. ડેનની આંગળી તેણીના બેલી-બટન પરથી પસાર થઈ વધુ નીચે આવી ગઈ. આ સ્પર્શે તેણીને થોડી કંપાવી દીધી.

ડેને તેણીને હિપ્સથી ઊંચકીને બેડ પર સુવડાવી દીધી. ડેન તેણી ઉપર આવ્યો અને તેણીએ પોતાના પગ ડેનની આસપાસ વીંટાળ્યા. તેણીએ એક હાથ તેની છાતી પર રાખ્યો અને બીજા હાથથી તેના ગાલને કોમળતાથી દબાવ્યો.

“હું ધીમી શરૂઆત પસંદ કરીશ.” તેણીએ તેણી આંખોમાં જોઈને હળવેથી કહ્યું.

ડેન ધીરેથી થોડા ઘર્ષણ સાથે તેની અંદર પ્રવેશ્યો. અને બંનેએ એકસાથે લાંબો શ્વાસ બહાર છોડ્યો. તેણીના કહ્યા પ્રમાણે ડેને શરૂઆતને ધીમી રાખી. ડેનનો એક-એક સ્ટ્રોક તેણી અનુભવી રહી હતી. તેણીના મુખમાંથી આવતા ધીમા-ધીમા આહ-સ્વર તેણી પુષ્ટિ કરી રહ્યા હતા. ડેન પણ નવમાં આકાશ પર હતો.

ડેનની સાથે એક રિધમમાં તેણી પોતે પણ આગળ-પાછળ આવી રહી હતી. બંને એક લય સાથે એકબીજાને પ્લેઝર આપી રહ્યા હતા. તેણી ડેનની દરેક હિલચાલ મુજબ ખુદને અડજસ્ટ કરી દેતી, તેની સ્પીડ, તેનું પ્રેશર, તેના પોઝ. તેણીની ચમકતી આંખો એકધારી ડેનને જ જોઈ રહી હતી. ડેને તેના ચહેરા પરથી તેણીના વાળ હટાવ્યા.

“મેં કહ્યું હતું હું શરૂઆત ધીમી પસંદ કરીશ, અંત નહીં.” કહીને તેણીએ ડેનને પોતાની અંદર ઊંડાણમાં ખેંચ્યો. ડેને મુસ્કાન આપી અને પોતાની ઝડપ વધારી. બંનેના શ્વાસ પણ ઝડપી થયા. બંને પારસ્પરિક પરમાનંદની માયામાં ખોવાઈ ગયા હતા.

થોડી જ ક્ષણોમાં આ માયાનો અંત તેણીના ઊંડા ઉચ્છવાસ સાથે થયો. ત્યાં જ અચાનક તેની આંખો સ્થિર થઈ ગઈ. ના ઝબકી રહી હતી, ના ક્યાંય જોઈ રહી હતી. અને પછી જે અવાજ આવ્યો તે અવાજ તેણીનો નહોતો, તે અવાજ એકદમ યાંત્રિક અને ભાવરહિત કર્કશ હતો. ખરેખર કર્કશ!

“ઇન્ટિમસી રિસ્પોન્સ 94%. ફ્રિકશન સેન્સર એન્ગેજડ. હાર્ટ સિમયુલેશન સસ્ટેનડ્.”

ડેન ચોંકી ઉઠ્યો અને એક ઝટકા સાથે પાછળ આવી ગયો. તેનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું.

“વોટ ધ ફક!” તે નગ્ન અવસ્થામાં રૂમ વચ્ચે ઉભેલો તેણીને જોતો રહ્યો. તેના પગની નીચે ઠંડી ટાઇલ્સ હોવા છતાં તેના પગમાં તેણે પરસેવો અનુભવ્યો.

તેણી બેડ પર સ્થિર પડી હતી. પહોળા પગ, એક પરફેક્શન સાથે ઉપર-નીચે થતી છાતી અને થોડા ખુલેલા હોઠ. એ જ હોઠ જે બટકુ ભરીને ડેનનું નામ પૂછતા બોલ્યા હતા, હવે સ્થિર થઈ ગયા.

ડેન થોડો ઝુકીને તેણીની થોડો નજીક આવ્યો ત્યારે જ એક અવાજ આવ્યો, તેના હોઠમાંથી નહીં. રૂમમાં ક્યાંક છૂપાયેલા સ્પીકરમાંથી. યાંત્રિક. ભાવરહિત.

“ફેઝ-6 રિયલ-વર્લ્ડ એમ્પેથી-એરોઝલ ટેસ્ટમાં ભાગ લેવા બદલ આભાર. ટ્યૂલિપ સિરીઝના રોબોટે ઇન્ટરકોર્સ દરમિયાન ન્યુરો-ફિઝીયોલોજીકલ મેટ્રિક્સ રેકોર્ડ કર્યા છે. તમે બાજુના દરવાજામાંથી બહાર નીકળી શકો છો."

ડેન ચીસો પાડવા માંગતો હતો. પોતાનો ગુસ્સો શાંત કરવા કંઈક તોડવા માંગતો હતો. પણ તેણે કઈપણ ના કર્યું. તે ધીમે-ધીમે પાછળ હટ્યો. તેના કપડાં ઉપાડ્યા અને જેમ તેમ તેણે પહેરીને હાથમાં શૂઝ લઈને તે બહાર નીકળી ગયો.

અઠવાડિયું પસાર થઈ ગયું પણ ડેનને દુનિયા નીરસ લાગતી હતી. ફરી-ફરીને તેના મનમાં તે જ ઘટના ચાલી રહી હતી. તેણે બે રાત પહેલા એક વાસ્તવિક સ્ત્રી સાથે સૂવાનો પ્રયાસ કર્યો હતો. તે ઠીક હતું. પણ તે રાત જેવુ પરફેક્શન નહોતું. જે રીતે તેણીએ ખુદને સોંપી દીધી હતી, જે રીતે તે એક લયબદ્ધ રીતે સાથ આપી રહી હતી, તે ડેનને બીજી સ્ત્રી તરફથી ના મળ્યું.

અને ફરી એકવાર, તે જ ક્લબ, તે જ મ્યુઝિક, તે જ નિઓન લાઇટ્સ. ડેન પાછો તે ક્લબમાં આવ્યો. ક્લબની ભીડમાં તેની નજર કોઈકને શોધી રહી હતી. અને ત્યાં જ તે દેખાઈ.

પણ અલગ ચહેરો, અલગ વાળ, અલગ કપડાં. પણ એ જ એક સેકન્ડ ધીમે ઝબકતી આંખો, એ જ તાલબદ્ધ ચાલતા શ્વાસ.

ડેન તેણીની પાસે આવ્યો અને તેણીએ ડેન સામે એક હળવી મુસ્કાન આપી.

“નામ?” તેણીએ હળવેથી પૂછ્યું અને પોતાના નીચેના હોઠને દાંતથી દબાવ્યો.

ડેનના મુખ પર મુસ્કાન આવી બેઠી. તેણે તરત જ જવાબ આપ્યો નહીં. તેણે તેના કરડેલા હોઠ જોયા. તે હસ્યો અને કહ્યું, "ડેન."

તેણીએ પહોળું સ્મિત કર્યું અને પોતાનો હાથ ડેનના હાથ પર મૂક્યો. ડેને તેણીની હીટ-કોઇલથી ગરમ થયેલી કૃત્રિમ નાજુક ત્વચા અનુભવી.

“ડેન, તું મારા ઘરે આવવાનું પસંદ કરીશ?” તેણી ડેનની નજીક આવીને બોલી.

ડેને ધીમેથી માથું હલાવ્યું. આ વખતે ડેન તૈયાર હતો.


O X L


વાંચવા માટે ધન્યવાદ. જો તમને આ શોર્ટ ગમ્યો હોય તો તમે રેટિંગ અને રિવ્યુ આપી શકો છો.

Gujrati translation of "Babes, Blood and Bots" (English) by Jignesh Chotaliya