આ નવલકથા 'લાલ રીબીન' એક સામાજિક જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી લખવામાં આવી છે. વાર્તામાં દર્શાવવામાં આવેલા તબીબી તથ્યો, આંકડાઓ અને સરકારી યોજનાઓ અધિકૃત સ્ત્રોતો (જેમ કે NACO અને GSACS) પર આધારિત છે. જોકે, આ માહિતી માત્ર શૈક્ષણિક અને જાગૃતિના હેતુ માટે છે. કોઈપણ તબીબી નિદાન અથવા સારવાર માટે હંમેશા લાયકાત ધરાવતા ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. વાર્તાના પાત્રો અને પ્રસંગો કાલ્પનિક છે.""Success is the best revenge for every injustice." (દરેક અન્યાયનો શ્રેષ્ઠ બદલો તમારી સફળતા છે.)નિર્મલાબેનની લીગલ નોટિસની અસર જાદુઈ રહી. સોસાયટીના લોકો જે અત્યાર સુધી અજય્યને ઓફિસ ખાલી કરવા ધમકાવતા">