એકદમ ઘેરા અવાજમાં અંદરથી અવાજ આવ્યો “લગતા હૈ ઇન દૌનોકુ ઉઠાનાહી પડેંગા” ને અચાનક ગાડીનો બીજી બાજુનો દરવાજો ખૂલ્યો.
હવે આગળ:
બંને ની મુંઝવણ હવે વધી રહી હતી અને આ શું? બીજી બાજુ ચાલકે ય ગાડીનો દરવાજો ખોલ્યો, દરવાજો હમણાં સહેજ જ ખૂલ્યો હતો કે આયેશા ખુબજ ડરી ગઈ, જ્યારે અમીશે હુમલો કરવાની તૈયારી કરી લીધી હતી. દરવાજો થોડોક ખુલ્લો હતો અને ચાલકે પોતાનો એક પગ જમીન પર મૂક્યો..... ‘ને પાછળની એડી ના જોરે એક દમ સ્ટાઇલ થી પગનો પંજો જમીન ઉપર ખટ-ખટાવવા લાગ્યો. ચાલકે એક દમ લાંબા બૂટ પહેર્યા હતા, ‘ને હવે આ બાજુ આ બંને ની મુઝવણ પ્રત્યેક પળે વધી રહી હતી, પણ અમીશ ખુબજ ધૈર્ય વાન હતો એણે રાહ જોઈ સામેના વ્યક્તિની શરૂઆતની, ખબર નહિ આગળની પળે શું થવાનું? ત્યાં જ ચાલક બોલ્યો “ઇસ સુમસાન જંગલ મે જાનવર કી મોત મરને સે અચ્છા કી તું મેરે સાથ ચલ, શાયદ કુછ રાસ્તા નિકલ આયે?”
હવે અમીશ મૂંઝાયો, એટલા માં ચાલક ફરી બોલ્યો “એક કામ કર તું લડ્કીકું બિઠા, મેં લડકેકું પડતા હું” અમીશે હવે હુમલો કરવાની પૂરે પૂરી તૈયારી કરી લીધી હતી કે ગાડી ના બંને દરવાજા માંથી એક-એક એમ બે માણસ ઉતર્યા ‘ને અમીશે જોયું તો આ શું? એમાં ની એક તો મહિલા છે! ‘ને બીજો પુરુષ, એ પણ લગભગ બાસઠ – પાંસઠ વર્ષનો, મહિલા પણ એટલી જ વય ની હશે કદાચ, પણ પ્રશ્ન હવે એ હતો અમીશના મનમાં કે આ બેઉ ઇચ્છે છે શું? અમીશ હજુય કોઈ જોખમ લેવા તૈયાર ન હતો. અમીશે જોરથી આયેશાનો હાથ પકડ્યો અને થોડો પાછો પડતા બોલ્યો “ત્યાં જ રોકાઈ જાઓ બેઉ, તમે લોકો ઇચ્છો છો શું? અને ત્યાં પેલો માણસ બોલ્યો “ડરીશ નહિ ભાઈ, હું કોઈ ચોર નથી, ના કોઈ લુંટારો, તમને બેઉ ને આમ રસ્તામાં જોઈ મને મારો ભૂતકાળ યાદ આવી ગયો, એટલે થોડી મજાક કરી, બીજું કઈ નહિ, મને તારો દોસ્ત સમજ”
“દોસ્ત? તમે તો હિન્દી બોલતા હતાં ને?, અચાનક ગુજરાતી???” અમીશે નવાઈ પૂર્વક પૂછ્યું
અમીશને હજુય આ માણસ પર વિશ્વાસ બેસતો ન હતો
“હું શરૂઆતમાં ગુજરાતી જ બોલ્યો ‘તો મારા ભાઈ, બસ તું ડર માં ને ડર માં ભૂલી ગયો” એ માણસ બોલ્યો.
બંને એક બીજા સામે જોઈ વિચારતાં રહ્યા,
“શું વિચારે છે ભાઈ? મારી સાથે ચાલ, મને દોસ્ત સમજ, અહીં નજીકમાં જ મારું ઘર છે, રાત ના સમયે આમ જંગલ વચ્ચે ઊભા રહેવું ભયાનક સાબિત થઇ શકે છે. અને તારી સાથે તો આ છોકરી પણ છે....” એ માણસ અમીશને સમજાવતા બોલ્યો.
અમીશે આયેશા સામે જોયું, આયેશાએ ઈશારામાં સહમતી આપી, પણ અમીશનું મન માની રહ્યું ન હતું...
અમીશે આયેશા સામે ઈશારો કરતા ના પાડી, થોડી વાર આમ ઇશારા ઈશારામાં એ બંને વચ્ચે ‘હા’ ‘ના’ ‘હા’ ‘ના’ થતી રહી, પછી આયેશા ધીરેથી બોલી “તમારી પાસે બીજો કોઈ ઉપાય છે??” અમીશે ‘ના’ પાડી
“તો પછી આપણે એમની સાથે જ જવું જોઈએ, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી” આયેશાએ અમીશને કહ્યું
“પણ તું કોઈ અજાણ્યા પર આટલો ઝડપી વિશ્વાસ કેવી રીતે મૂકી શકે? તું એ ભણેલી-ગણેલી બિઝનેસ વુમન છે, કેવી રીત?” અમીશે આશ્ચર્ય પૂર્વક પૂછ્યું
ત્યાં એ માણસ બોલ્યો “હું એક વણ માગી સલાહ આપું?? જાનાવર ના હાથે ચિરાઈને મરવું એના કરતાં અમારી સાથે આવી લૂંટાવું વધારે સારું.... ઓછામાં ઓછુ કાલે સવાર નો સૂરજ તો જોઈ જ શકાશે”.
ફરી આયેશા ‘ને અમીશ બંને ઈશારામાં વાતો કરવા લાગ્યા અને અંતે કશુંક નક્કી થયું અને અમીશ બોલ્યો “જુઓ વડીલ તમારે જે કઈ જોઈએ એ કહો, બધું જ મળી જશે બસ એક રાત રોકાવા માટેની સગવડ કરી આપો, તમે જે કહેશો એ અપાવી દઈશ, બસ હેરાન કરવાનો પ્રયત્ન ના કરતા, અમે બહુ મોટા માણસો છીએ, જો અમને કઈ થયું તો કોઈના કોઈ તમને જરૂર થી શોધી કાઢશે, એ વાત યાદ રાખજો....”
પેલો માણસ મલકાતો બોલ્યો “એમ?? હા હો.... ચાલો હવે જઈએ??” એમ કહેતા એણે ગાડીનો દરવાજો ખોલ્યો,
અમીશે કહ્યું ”હમમમ...” અને એ પણ પેલા માણસ ની ગાડી તરફ ચાલ્યો....
“ઓ સાહેબ, ત્યાં ક્યાં? પેલી ગાડી નથી લેવાની? તમારે ના જો’તી હોય તો હું રાખી લઇશ” પેલો માણસ બોલ્યો.
એણે એની ગાડી માંથી ગાળિયો કાઢ્યો અને અમીશને એની ગાડી સાથે બાંધવા કહ્યું...
એમ કરતાં એ ચારે ય પેલા માણસના ઘેર પહોંચ્યા, ટેકરી ઉપર એ નાનકડું લાકડાનું ઘર હતું, ઘર જાણે કોઈ આર્કિટેક્ટ એ બનાવ્યું હોય. એકદમ પોલિશ્ડ લાકડું ચક ચકિત ચમકી રહ્યું હતું, ઘર નાનું અને લાકડાનું જરૂર હતું, પણ કોઈ રાજ મહેલ થી ઓછુ ન હતું. જેમાં નાના - નાના પણ ત્રણ રૂમ હતા, એક લીવીંગ રૂમ અને એક રસોડું હતું, ત્યાં એમને એક અલગ રૂમ આપવામાં આવ્યો, અમીશ અને આયેશા પોતાનો સામાન રૂમમાં મૂકી, બાર બાથરૂમ માં ફ્રેશ થવા આવ્યા, બાથરૂમ એક જ હતું એટલે બંનેએ વારાફરથી ઉપયોગ કરતા થોડી વાર લાગી, એ બેઉ જેવા ફ્રેશ થઈને રૂમમાં પહોંચ્યા એટલા માં આવાજ આવ્યો “એ ફ્રેશ થઇ ગયાં હો’ તો જમવા આવી જાઓ”
બંને જમવા ગયાં. ડાઈનીંગ ટેબલ પર ચારે ય જણા જમવા બેઠા, અને થાળી પીરસવામાં આવી, બાજરી નો રોટલો અને રીંગણ નું ભરથું અને છાસ.... “વાઉ... લગભગ બાળપણ માં ખાધો હશે બાજરી નો રોટલો... આઈ લવ ધીસ” આયેશા બોલી.
“તો ઘરે બનાવી લેતા હો ‘તો... રસોડા માં તો તમારું જ રાજ ચાલે કે...” પેલી મહિલા બોલી.
“સૌ પ્રથમ તો આભાર! આભાર આ બધા માટે, અને આભાર ભગવાન નો કે અહીં લાઈટ છે” અમીશ મલકાતો બોલ્યો, અને બધા હસવા લાગ્યા, લાગે છે, અમીશને હવે એ માણસ પર વિશ્વાસ આવવા લાગ્યો હતો
“કેમ ભાઈ લાઈટ? શું એ તમારા શહેરમાં જ હોય અહીં ન હોઈ શકે?..... અને હા, એ બધા માટે માફી! હું બસ મજાક કરતો હતો...” એ માણસ પણ મલકાતો બોલ્યો...
ત્યાં પેલી મહિલા એ પણ સહમતી આપતા કહ્યું “અમારે આ ને મજાક કરવાની બહુ જૂની અને ખરાબ આદત છે.”
“ભાઈ આદત તો આદત જ હોય. એમાં સારું કે ખરાબ શું?” પેલો માણસ હસતા – હસતા બોલ્યો, અને બધા ફરી એક વાર હસવા લાગ્યા...
“આટલી મદદ બાદ ઓળખ નહિ આપો કે? ચાલો હું મારાથી જ શરૂઆત કરું... હું રઘુવીર અને આ મધુરિમા, હું વ્હાલથી આને મધુ કહીને બોલવું છું,” એ માણસ (રઘુવીર) પોતાનો પરિચય આપતા બોલ્યો...
“તો અમે પણ કહી શકીએ ને??” અમીશે મલકાતા સ્વરે પૂછ્યું
“નહિ, એના પર માત્ર મારા નકલ અધિકારો છે” રઘુવીર બોલ્યો
“નકલ અધિકારો??” આયેશાએ આશ્ચર્ય પૂર્વક પૂછ્યું
તો મધુરિમા બોલી “કોપી રાઈટ્સ!! કોપી રાઈટ્સ, મેં કહ્યું હતું, આ એની બહુ ખરાબ આદત છે”
‘ને બધા હસવા લાગ્યા, આમ જ વાતો ચાલુ રહી ‘ને જોત જોતા માં સમય ક્યાં પસાર થઇ ગયો એની કોઈને ખબર જ ના પાડી, રાત્રીના બાર વાગ્યી ગયાં ને થાળી ઓ તો એમ સુકાઈ જ ગઈ હતી....
મોડી રાતે અમીશના મોબાઇલની રીંગ વાગી... અમીશે જોયું તો એ એના મમ્મી નો હતો...
“હા મમ્મી...” અમીશ આળસ ખાતાં ફોન ઉપાડીને બોલ્યો.
“ડૉ. શાહ નો ફોન હતો” સીમાબેન(અમીશના મમ્મી) બોલ્યાં.
“તો?” અમીશે પૂછ્યું
“એક કામ કર તું રૂમ ની બાર નીકળીને વાત કર, ખુબજ જરૂરી વાત છે” સીમાબેને અમીશને કહ્યું.
અમીશ ઝડપથી રૂમ ની બાર નીકળતા બોલ્યો “શું વાત છે મમ્મી? મને જલદી કે”
“શાંતિ રાખ બેટા, તું શાંત થઇ જા, અને હિંમત રાખ. હું અને આયેશા થોડાક દિવસ પહેલા ડૉ શાહના દવાખાને ગયાં હતા, તમારા લગ્નને આટલા સમય બાદ બાળક ના રહેતા મને શંકા ગઈ” સીમાબેન બોલી રહ્યા હતા કે અમીશ એમને વચ્ચે અટકાવતાં બોલ્યો “ઓહ મોમ યાર, અમે ક્યારે ય વિચાર્યું જ નથી એ વિષયે”
“પણ બેટા મારી વાત તો સાંભળ, ત્યાં આયેશાના બધાજ ટેસ્ટ થયા અને બાકીના ટેસ્ટ માટે એમને સેમ્પલ્સ લીધા, અને બધા પરીક્ષણોના અંતે ડૉ. શાહે જણાવ્યું કે આયેશા માં બની શકે એમ નથી” સીમાબેને અમીશને જણાવતાં કહ્યું.
આ સંભળાતા જાણે અમીશના પગ નીચેથી જમીન જ સરકી ગઈ, અચાનક આવું સંભળાતા એના આઘાત નો પાર ન હતો, એ દિવાલના ટેકે સરકતો નીચે બેસી ગયો... કઈ જ બોલી રહ્યો ન હતો. વિચારો જાણે અસ્ત વ્યસ્ત અને દિશા હીન દોડવા લાગ્યા હતા, કઈ જ ખબર પડી રહી ન હતી, શું કરવું??? શું ના કરવું??? અથવા એ શું કરી રહ્યો છે??? કઈ જ નહિ...
“અમીશ? અમીશ??? સાંભળ બેટા, અમીશ? કઈ તો બોલ!!” સીમાબેન ચિંતાતુર થઈને અમીશને બોલાવી રહ્યા હતા.
ત્યાં ખુબજ દુઃખી અમીશ ચિંતા પૂર્વક પૂછવા લાગ્યો “અને આ બધાની આયેશાને ખબર છે?? એને ખબર પડશે તો એ શું રીએકટ કરશે? ભગવાન અમારી સાથે આવું કેવી રીતે કરી શકે?”
“તું ચિંતા ના કરીશ બેટા, અમે સહુ તારી સાથે જ છીએ, આયેશાને આમાંથી કઈ જ ખબર નથી, બધું હું અને ડૉ. શાહે ખુબજ ગુપ્ત પણે કરેલું છે, તું આયેશાની ચિંતા ન કરીશ બેટા, પણ હમણાં તું આપણા પરિવાર અને એના ભવિષ્ય વિષે વિચાર” સીમાબેન અમીશને સમજાવતા બોલ્યાં.
“મતલબ??” અમીશે એવી રીતે પૂછ્યું જાણે એ કઈ સમજી રહ્યો છે પણ છતાંય જાણવા ઇચ્છે છે. આમેય એ હતો તો મોટો બિઝનેસ મેન જ ને, સામે વાળાના મનની વાત સમજવામાં એ પારંગત હતો.
“કઈ નહિ બેટા, હું પછી કોલ કરીશ, તું તારી જાતને સાંભળ જે બેટા, ચાલ હવે હું ફોન મુકું.” અને આમ સીમાબેને વાત વાળતાં ફોન મૂકી દીધો,
કદાચ સીમાબેન સમજી ગયાં હતા કે એ જે કહેવા ચાહે છે એના માટે આ ચોક્કસ સમય નથી, પણ આ બાજુ અમીશ પણ સમજી ગયો હતો કે સીમાબેન શું કહેવા ઇચ્છતા હતા.
ખુબજ દુઃખી અમીશ જંગલ તરફ દિશાહીન ચાલવા લાગ્યો, એની વેદના નો પાર ન હતો, એને ખબર જ ન હતી કે એ શું કરી રહ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે, બસ ચાલવા લાગ્યો. એ ચાલતો રહ્યો બસ ચાલતો રહ્યો અને ક્યાંય અજાણ જગ્યાએ ઠોકર વાગતાં માં ધરતીના ખોળામાં ભોમ કરીને પડ્યો...
નોંધ:મિત્રો આગળ વાંચવા માટે વધું એક અંકની રાહ જુઓ / ડાઉનલોડ કરો અને વાંચો.
આભાર!