Lekhakni love story in Gujarati Letter by Parth Toroneel books and stories PDF | લવ કન્ફેસન લેટર

Featured Books
  • 99 का धर्म — 1 का भ्रम

    ९९ का धर्म — १ का भ्रमविज्ञान और वेदांत का संगम — 𝓐𝓰𝓎𝓪𝓣 𝓐𝓰𝓎...

  • Whispers In The Dark - 2

    शहर में दिन का उजाला था, लेकिन अजीब-सी खामोशी फैली हुई थी। अ...

  • Last Benchers - 3

    कुछ साल बीत चुके थे। राहुल अब अपने ऑफिस के काम में व्यस्त था...

  • सपनों का सौदा

    --- सपनों का सौदा (लेखक – विजय शर्मा एरी)रात का सन्नाटा पूरे...

  • The Risky Love - 25

    ... विवेक , मुझे बचाओ...."आखिर में इतना कहकर अदिति की आंखें...

Categories
Share

લવ કન્ફેસન લેટર

લવ કન્ફેસન લેટર

પાર્થ ટોરોનીલ

માય ડિયર સ્નેહા,

ઓહ.... ગો....ડ! ખબર નહીં કેમ અચાનક આજે તને આ પત્ર લખવાની ઈચ્છા જાગી ઉઠી છે...? અત્યાર સુધી, સાત વર્ષથી હૈયામાં દબાઇ રાખેલી લાગણીઓ ક્યારેય કોઇની સાથે શેર નહતી કરી. આજે આ પત્રમાં હું હૈયું નિચોવીને અંત:લાગણીઓ અભિવ્યક્ત કરવાનો છું, માય લવ. અત્યાર સુધી ભીતરમાં જામી ગયેલી લાગણીઓનો ગઠ્ઠો ઓગાળીને બધું જ અહીં રેડી દેવું છે – ક્ન્ફેસ કરી દેવું છે. તને કહેલા મોટા જૂઠનો ખુલાસો કરી તારી માફી માંગી લેવી છે. મેં જે તને કહ્યું હતું એના પર હું પસ્તાવો કરું છું યાર. I had no other choice left except lied to you. આપણાં બન્નેના ફ્યુચર માટે એ જુઠ કહેવું જરૂરી હતું.

સ્નેહા, આઈ લવ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ! આઈ ટ્રૂલી મીન ઈટ ડિયર. આજે આ પત્રમાં હું તને એક શબ્દ પણ જૂઠ નહીં કહું, આઈ પ્રોમિસ યુ. તારા પ્રત્યે મારા દિલમાં ફ્રેન્ડશિપ કરતાં પણ વધુ ફિલિંગ્સ અનુભવાય છે – ફિલિંગ્સ ઓફ ટ્રૂ લવ. ન્યુ સ્ટુડન્ટ તરીકે જ્યારે તું પહેલીવાર ક્લાસમાં પ્રવેશી અને મારી નજર તારા પર પડતાં જ... માય ગોડ! હ્રદય પર હાથ મૂકીને કહું છું સ્નેહા. ધેટ વોઝ ધ મોમેન્ટ આઈ ફેલ ઇન લવ વિથ યુ. યુ વેર ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ આઈ હેડ એવર સીન. પહેલીવાર મને અજાણ્યું આકર્ષણ તારા તરફ અનુભવાયું અને એજ ક્ષણે જાણે પ્રેમની કૂંપળ મારા હૈયામાં ફૂટી નીકળી હતી. યુ આર માય ફસ્ટ સાઇટ લવ, એન્ડ આઈ વિલ નેવર એવર ફરગેટ ધેટ મોમેન્ટ, સ્નેહા.

કોલેજમાં જ્યારે લાસ્ટ સેમમાં મને જોબની ઓફર મળી ત્યારે મેં દિલને તૈયાર કરી લીધું કે હવે તને મારી ફિલિંગ્સ જણાવીને મેરેજ પ્રપોઝલ તારી સામે મૂકી દઇશ. ૩૦ જુલાઇનો દિવસ હું ક્યારેય ભૂલી નહીં શકું. એ દિવસે હું તને પ્રપોઝ કરવા ઘરેથી નીકળ્યો હતો. હું તને પ્રપોઝ કરતી વખતે શું કહીશ? કેવી રીતે કહીશ? એ બધું જ મેં તૈયાર કરી દીધું હતું. ‘કોફી-લવર્સ કાફે’ પર હું તને પ્રપોઝ કરવાનો હતો. મેં વિચાર્યું હતું કે એ દિવસ મારા જીવનનો સૌથી યાદગાર દિવસ બની રહેશે, પણ જિંદગીએ મારી સાથે કંઈક અલગ જ ખેલ રમી લીધો. આઈ હેડ મેટ અ ટેરિબલ એક્સિડેંટ બિફોર આઈ ઇવન ગોટ ધેર. હું તને પ્રપોઝ કરવાનો હતો એના પહેલા લાઇફે મને એવી જગ્યાએ ફંગોળી મૂક્યો કે આજે હું વ્હીલચેર બાઉન્ડ લાઈફ જીવી રહ્યો છું. પેરેન્ટ્સ પર ડિપેન્ડન્ટ મારી લાઈફ છે. દરરોજની દૈનિક ક્રિયાઓ કરવા પણ એમની જરૂર પડે છે. સાત વર્ષ થઈ ગયા આ કોડ્રીપ્લેજીક લાઈફ જીવતા. આઈ મિસ માય નોર્મલ લાઈફ એન્ડ ઓલ ધ થિંગ્સ આઈ યુજ્ડ ટુ ડુ... પણ હવે મેં આ ડિસએબલ લાઈફ સાથે દોસ્તી કરીને જીવવાનું શીખી લીધું છે. ક્યારેક લોન્લી ફિલ કરું છું ત્યારે દિલ ખોલીને ખાનગીમાં રડી લઉં છું! હૈયામાં ભરાયેલી વેદના, બળતરા આંસુ રૂપે વહાવી દઉં છું. ભીતરમાં થોડુંક હળવું અનુભવાય છે. તને સાંભળીને કદાચ જેલસી થશે, છતાં પણ તને આંખ મારીને હું કહીશ... મેં મનને ડાઇવર્ટ કરવા એક ગર્લફ્રેન્ડ બનાવી દીધી છે... (આ વાંચીને નક્કી તારા હોઠ પર સ્મિત રેલાઇ ગયું હશે...) મને તો એ એટલી ગમે છે... કે શું કહું સ્નેહા? તને છોડ્યે આટલા વર્ષો પછી તો હવે હું એને તારાથી પણ વધુ ચાહવા લાગ્યો છું. જો આ પત્ર વાંચતાં તું મને એમ કહેતી હોય કે, આઈ એમ હેપ્પી ફોર યુ... તો જાજા હવે... (લાફિંગ...) એની વિષે તો હું તને છેલ્લે વાત કરીશ. ટીલ ધેન આઈ વોન્ટ ટુ મેક યુ ફિલ જેલસ... (વીંકિંગ & લાફિંગ...)

હવે થોડીક ગંભીર વાત પર આવું છું, સ્નેહા. જ્યારે તને મારા એક્સિડેંટના ખબર મળ્યા ત્યારે તું તરત જ મને મળવા હોસ્પિટલે આવી પહોંચી હતી. મારી ફિઝિકલ કંડિસન એટલી નાજુક હતી કે હું જીવીશ કે નહીં એની પાછળ પણ મોટું પ્રશ્નાર્થ ચિન્હ હતું. હું પચ્ચીસ દિવસ ICUમાં રહ્યો હતો. ચાર દીવાલોની વચ્ચે વેન્ટિલેટર મશીનથી અને નિડલ્સથી હું ઘેરાયેલો હતો. ત્યાં રાત કે દિવસની કશી જ ખબર નહતી પડતી. ધોઝ વેર ધ વર્સ્ટ ડેય્ઝ ઓફ માય લાઈફ. એક્સિડેંટમાં ગળાથી નીચેનો ભાગ સંપૂર્ણ પેરેલાઇઝ્ડ થઈ ગયો હતો. આઈ હેડ સ્પાઇનલ કોર્ડ ઈન્જરી. જ્યારે ICUમાંથી મને બહાર લઈ ગયા ત્યારે ડોક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે, મારે હિંમ્મત રાખવી પડશે. સ્ટ્રોંગ વિલપાવર ટકાવી રાખવો પડશે. સ્પાઇનલ કોર્ડ ઈન્જરીમાં રિકવરી ખૂબ લાંબા સમયે આવતી હોય છે, અને કેટલાક કેસમાં તો બિલકુલ નહીં. એ દિવસને વિત્યે સાત વર્ષ થઈ ગયા. હજુ પણ રિકવરીના કોઈ જ અણસાર દેખાતા નથી, છતાં આશાની વેલ લીલીછમ રાખીને જીવું છું. ભવિષ્યમાં વિજ્ઞાન સ્પાઇનલ કોર્ડના પેસન્ટ્સને ઈન્ડીપેન્ડેન્ટ જીવવા માટે કોઈ શોધ કે ટેકનૉલોજી બનાવે તો સારું છે. બાકી અત્યારે તો મારું જીવન પેરેન્ટ્સ પર જ નિર્ભર છે. ક્યારેક રાત્રે બેડ પણ ભીનો થઈ જાય છે. (ડોન્ટ લાફ યાર... આ લાચારી છે મારા કડવા જીવનની) એ સમયે મારી જાત પર એવો સખત ગુસ્સો આવે છે ને... કે શું કહું! મારું શરીર જ મારા કંટ્રોલમાં નથી. ક્યારેય ન બોલેલી મોટી મોટી ગાળો ગળું ફાડીને ચિલ્લાવાનું મન થાય છે! સમટાઇમ આઈ ફ્રીકિંગ હેટ માય લાઈફ!! એવું લાગે છે કે આઈ ડોન્ટ ડિઝર્વ ધીસ કોડ્રીપ્લેજિક લાઈફ. છતાં પણ કડવી વાસ્તવિકતાના ઘૂંટડા ભરીને હું જીવું છું. તને પ્રપોઝ કરી લાઈફ પાર્ટનર બનાવવી હતી. તારી સાથે જીવનભર રહીને દરેક ક્ષણ તારા પ્રેમ, સ્નેહ અને હુંફની ચાદરમાં લપેટાઈને વિતાવવી હતી. હું તને કેટલો પ્રેમ કરું છું એ કહેવા સાલા આ શબ્દો ખૂટે છે. આઈ લવ યુ મોર ધેન માયસેલ્ફ... બસ એટલામાં જ સમજી જા યાર...

જ્યારે તું મને હોસ્પિટલમાં મળવા આવી ત્યારે હું તારા ચહેરા પરની સંવેદના સ્પષ્ટ વાંચી શકતો હતો – પેરેલાઇઝ્ડ છાતીની અંદર ધબકતા હૈયામાં અકથ્ય વેદનાનો વંટોળ અનુભવી શકતો હતો. મને બેડમાં સૂતેલો જોઈને તું મારા મોમ-ડેડ સામે જ રડી પડી હતી. ધેટ વોઝ ધ મોસ્ટ પેઇનફૂલ મોમેન્ટ ફોર મી ટુ સી યુ ક્રાયિંગ! એ સમયે હું મારા નસીબને ધિક્કારતો હતો. તને રડતી જોઈને હું અંદરથી તૂટી ગયો હતો સ્નેહા. ખેર, હવે એ ભૂતકાળની દુ:ખદ યાદોનો કાટમાળ ઉખેડી વધુ દુ:ખી નથી થવું. (એ બધુ યાદ કરીને તારી આંખોમાં આંસુ છલકાઈ આવ્યા હોય લૂછી લે યાર... મને ખબર છે તું બહુ ઇમોશલ છે, રોતડ... સોરી... લાફિંગ ઇમોજીસ…)

હોસ્પિટલેથી જ્યારે મને ઘરે લાવ્યા એના સમાચાર મળતાં જ તું મને મળવા આવી ગઈ હતી. તને ફરીથી જોઈને મને ખૂબ જ ગમ્યું હતું, પણ તું રૂમનો દરવાજો વાખીને મને પ્રપોઝ કરીશ એનો તો મને સપનેય ખ્યાલ નહતો. પ્રપોઝ કર્યા બાદ જે શબ્દો તે મને કહ્યા હતા એ શબ્દો તે કહેલાં ‘આઈ લવ યુ’ કરતાં પણ વધુ ઊંડે સુધી મારા હ્રદયને સ્પર્શી ગયા હતા. હ્રદયની પ્રત્યેક દીવાલો પર એ શબ્દો જાણે કોતરાઈ ગયા હતા. ‘પાર્થ, તું ફરીથી ચાલતો થઈ જઇશ ત્યાં સુધી હું તારી રાહ જોઈશ... ધેન આઈ વિલ મેરી વિથ યુ...’ ઓહ ગોડ સ્નેહા...... વ્હાય........? વ્હાય ડિડ યુ સે ધેટ??? ચાલવાની વાત તો દૂર રહી યાર, હું સ્વનિર્ભર બનું તો પણ મારી માટે એ એક મોટી અચિવમેંટ છે. જેના માટે હજુ પણ હું સંઘર્ષ કરું છું યાર. તે જે વિચાર્યું હતું એવી સિમ્પલ રિયાલીટી મારા ભવિષ્યની નહતી. બહુ કોમ્પ્લિકેટેડ અને ડિપેન્ડન્ટ ફ્યુચર લાઈફ થવાની હતી. અને એટ્લે જ... એટ્લે જ મેં તને જરાક આવેશમાં આવીને જુઠ્ઠું કહી દીધું હતું કે, “આઈ ડોન્ટ લવ યુ...”

એ કહેવું મારા માટે જરૂરી હતું ઈડિયટ... (ભીની આંખે, ઈમોશનલ થઈને કહું છું, સ્નેહુ...) મારી લાઈફ ટાઈમની ડિસેબીલીટી તારા નોર્મલ જીવનમાં ઘસેડી તારી લાઈફ ખરાબ કરવા નહતો ઈચ્છતો હું. જો મને પગે ફ્રેકચર થયું હોત તો કોઈ જ વાંધો નહતો. છ-સાત મહિનામાં ચાલતો થઈ ગયો હોત. તારી પ્રપોઝલનો જવાબ એજ ક્ષણે તને નજદીક ખેંચી, તારા ફૂલ-ગુલાબી હોઠ ચૂમી લઈ, વોર્મ હગમાં કસ્સીને જકડી લઈ ‘આઈ લવ યુ ટુ’ કહી દીધું હોત..., બટ રિયાલીટી વોઝ ડિફરન્ટ, એન્ડ માય ફ્યુચર લાઈફ વોઝ વે મોર કોમ્પ્લીકેટેડ ધેન યુ હેડ થોટ. આપણાં પ્રેમનું ચેપ્ટર શરૂ થાય એ પહેલા જ પતી ગયું એ સારું થયું. એવ્રિથીંગ હેપન્સ ફોર એ રિઝન. ‘એક્સસેપ્ટ ધ રિયાલીટી એન્ડ મુવ ઓન’ આ જીવનમંત્ર મેં સ્વીકારી લીધો છે હવે.

આપણે બન્નેએ એકબીજાને શુધ્ધ પ્રેમ કર્યો. બિલકુલ નિખાલસ અને નિર્ભેળ. કાશ...! કાશ જો ટાઈમ ટ્રાવેલની શોધ થઈ હોત તો તારી સાથે વિતાવેલી એ દરેક ક્ષણોને ફરીથી દિલ ભરીને જીવવા હું ભૂતકાળમાં જતો રહ્યો હોત...! આ લખતા લખતા તને હગ કરી લેવાનું મન થાય છે સ્નેહા, પણ શું કરું... ઓહ ગો......ડ! દાઢ ભીંસી, મુઠ્ઠી બાંધીને દીવાલ પર જોર જોરથી મુક્કા મારવાનું મન થાય છે. અત્યારે જે ફિલિંગ્સ અનુભવી રહ્યો છું એ શબ્દોમાં ઊતારવી ઘણી મુશ્કેલ છે યાર... અજીબ ફિલિંગ્સ અનુભવાય છે. કશુંક અંદર ચુભતું હોય એવું લાગે છે. સાલી ફિલિંગ્સ હૈયા પર લાવારસ બની રેડાતી હોય એવી બળતરા અંદર થાય છે. આઈ મિસ યુ સો મચ યાર... આઈ એમ સો સોરી સ્નેહા ફોર વોટ આઈ સેઇડ ટુ યુ. આઈ એમ રિયલી સોરી... આઈ હેડ નો અધર ઓપ્શન.

બે વ્યક્તિઓ એકબીજાને પ્રેમ કરે ત્યારે એકબીજાનો પ્રેમ પામવો જ એવું કંઈ થોડું જરૂરી હોય છે! સામેની વ્યક્તિને પોતાની કરી લેવી એવા ઓબ્સેસનને હું પ્રેમ નથી માનતો. સાચા પ્રેમમાં અપેક્ષાઓ ન હોય, અને હોવી પણ ન જોઈએ. પ્રેમ તો વહેતો હોવો જોઈએ. ખળખળ વહેતા શુધ્ધ ઝરણાંની જેમ. પ્રેમ એકબીજાને અદ્રશ્ય બંધનથી બાંધેલો રાખે, છતાં ખુલ્લા ગગનમાં પંખીની જેમ ઊડતો કરી મૂકે એવો મુક્ત હોવો જોઈએ. જ્યાં કોઈ જાતના બંધનો કે ટર્મ્સ એન્ડ કંડિસન્સ લાગતા ન હોય, પ્રેમ જતાવવાની એક્ટિંગ ન થતી હોય. આપણી ફ્રેંડશીપના આટલા વર્ષો પછી પણ મારા હ્રદયમાં હું તને એટલો જ પ્રેમ કરું છું જેટલો હું તને પહેલા કરતો હતો. તું કદાચ મારા એ શબ્દોનું માઠું લગાડી, મોં ફૂંગરાવીને બેઠી હોય તો મને માફ કરી દેજે સ્નેહા... આઈ એમ અપોલાઈઝિંગ યુ હિયર...

પ્રેમ અને જીવન વિષેની ફિલોસોફી ઘણી થઈ. ચાલ હવે તને મારી ગર્લફ્રેન્ડ વિષે કહું. એચ્યુલી યુ નો વોટ, શી ઈઝ વે મોર બ્યુટીફુલ ધેન યુ. મારા જેવા હેન્ડસમ અને લવિંગ છોકરાને કોઈ છોકરી ના મળે એવું બને ક્યારે?? ઇટ્સ ઇમ્પોસિબલ. દરરોજ છ-સાત કલાક એની જોડે ન વિતાવું તો મને ચેન નથી પડતું યાર. હું એને જેટલો પ્રેમ કરું છું એના કરતાં પણ વધુ પ્રેમ એ મને કરતી હોય એવું લાગે છે. સાચું કહું તો એના લીધે હવે લોકો મને ઓળખતા થયા છે. એના વગર દિવસ પસાર કરવો મારા માટે અશક્ય છે યાર. રાત્રે સપનાઓ પણ એના જ આવે છે. સવારે ઉઠતાં અને રાત્રે સૂતાં પણ એના વિચારોની ચાદર ઓઢીને એના જ ડ્રીમલેન્ડમાં ખાબકી પડું છું! જેટલી પળો એની સાથે વીતાવું છું એટલી પળોને હું ઉજવું છું, મ્હાલું છું. હવે તો એના વિના જીવવું અશક્ય છે યાર. તું તો એને સારી રીતે ઓળખે પણ છે. યાદ છે તને? તું મારી સામે એના કેટલા વખાણ ખોબલે ખોબલે કરતી હતી... સ્કૂલની દરેક કોમ્પીટીશનમાં એ માત્ર મને જ મળતી હતી. કહું એ લકી ગર્લ કોણ છે?? એનું નામ છે – રાઇટિંગ! આઈ એમ ઇન લવ વિથ હર. આઈ કાન્ટ લીવ વિધાઉટ રાઇટિંગ. તે હંમેશા મારી ગર્લફ્રેન્ડના વખાણ કર્યા છે. આ લખી રહ્યો છું અને તને એના સાથે ફરીથી પરિચય કરાવતો જાઉં છું. આ કહેવા છતાં પણ, હું તને મિસ કરું છું યાર. સ્કૂલ અને કોલેજની એ જૂની યાદો હજુ પણ મારા હ્રદયમાં નવા ખીલેલા ફૂલની જેમ તાજી છે; અને એ યાદો છેલ્લા શ્વાસ સુધી મારામાં ધબકતી રહેશે. થેંક્સ ફોર બીઈંગ ઇન માય લાઈફ. આઈ લવ યુ બેસ્ટી.

– ઓન્લી યોર્સ,

પાર્થ ટોરોનીલ

***

Author’s Note:

Inspired by true story.

આ લવ કન્ફેસન લેટર લેખકે (પાર્થ ટોરોનીલ) તેની રિયલ લાઈફ પરથી લખેલો છે. લેખક આજે પણ રિયલ લાઈફમાં Quadriplegic* છે, જેમાં વાસ્તવિક ઘટનાને રસપ્રદ અને લાગણી સભર આલેખવા તેમણે થોડાક રંગો ફેન્ટસીમાંથી પૂર્યા છે. દસેક વર્ષોથી અમારા બન્નેની આ પ્રેમ-કહાની મારા હ્રદયમાં હર પળ ધબકતી હતી અને હંમેશા રહેવાની... મારા જીવનમાં બનેલી આ ઘટના અને પહેલા પ્રેમ વિષેની વાત અહીં આ પત્રમાં દિલ ખોલીને વર્ણવી છે... This letter is very close to my heart, because it comes straight from there… and I hope it will touch your heart too.

(Quadriplegic* : ગળાથી નીચેનું શરીર ૧૦૦% પેરેલાઇઝ્ડ છે. ૩૦-૪૦% જેટલી હાથમાં મૂવમેન્ટ્સ છે; જેમાં આંગળીઓ એક દોરાવાર પણ હલતી નથી, છતાં લખવાનું પેસન છે એટ્લે ટાઈપ કરવાનું જેમતેમ કરી મેનેજ કરી લઉં છું. હા, પ્રોફાઇલ ફોટોમાં જે ઓરેન્જ ટી-શર્ટમાં છે એજ હું...)

Please, don’t pity on me, but feeling of compassion would be okay.

Thanks!