Roja roji dargaah ane bhammariyo kuvo in Gujarati Travel stories by vishnusinh chavda books and stories PDF | રોજા રોજી દરગાહ અને ભમ્મરીયો કૂવો

Featured Books
  • خواہش

    محبت کی چادر جوان کلیاں محبت کی چادر میں لپٹی ہوئی نکلی ہیں۔...

  • Akhir Kun

                  Hello dear readers please follow me on Instagr...

  • وقت

    وقت برف کا گھنا بادل جلد ہی منتشر ہو جائے گا۔ سورج یہاں نہیں...

  • افسوس باب 1

    افسوسپیش لفظ:زندگی کے سفر میں بعض لمحے ایسے آتے ہیں جو ایک پ...

  • کیا آپ جھانک رہے ہیں؟

    مجھے نہیں معلوم کیوں   پتہ نہیں ان دنوں حکومت کیوں پریش...

Categories
Share

રોજા રોજી દરગાહ અને ભમ્મરીયો કૂવો

આમતો ચોમાસા આપણે મા ઘર માં જ ભરાઈ રહેતા હોય છીએ.પણ હવે પહેલા જેવો વરસાદ પડતો નથી.એટલે આપણે શનિ રવિ ફેમીલી અને દોસ્તો સાથે ફરવાની મજા ઉઠાવીએ છીએ. પણ દરેક વખતે આપણેને એક ની એક જગ્યાએ જઈને​ બોરીંગ થઈ જઈએ છીએ.અને આપણે નવી જગ્યા ઓની સોધ કરીએ છીએ. ગુજરાતી ખાવાના અને ફરવાના ખુબ શોખીન છે.આજે આપણે અમદાવાદ ના નજીક ના સ્થળ વિશે વાત કરવાની છે.ઘણા લોકો આ સ્થળ થી અજાણ હશે.છતા અહીં ફરવા આવનારા આગંતુકો ની અવરજવર ઓછી હોય છે.આપણે ગણી વાર નજીક ના આવેલા સારા ફરવાના સ્થળો વિશે આપણે ઘણાં અંશે અજાણ હોઈએ છીએ.

આ વરસાદ ના મોસમમાં આ જગ્યા એ ખુબ સુંદર હરીયાળી ઘાસ ઉગી નીકળે છે અને ઘટાદાર​ વૃક્ષો ના લિધે ખુબ આહલાદક લાગે છે અહીં તમને ખુબજ શાંતિ​ જણાશે.અહી જતાં પહેલા તમારે જોડે કેેેમેરો હોય તો

જોડે રાખવો.જેથી કરીને રસ્તા માં આવતા ડાંગર ના ખેતરમાં ખેતીકામ કરતા ખેડૂતો ના ફોટાઓ પાડી શકાય.કયાક ક્યાંક

ઘેટાં બકરાં ચરાવતા માલધારીઓ નજરે આવશે જેવોનો પહેરવેશ આંખેઉડીને લાગશે

ભારત માં વાવો અને કૂવા ઓ ઘણા છે.એમાય વળી ગુજરાત તો આવાં વાવ કૂવા મા મૌખરે રહેલું છે.વાવ કૂવા ની વાત આવે એટલે આપણને લાખો વણઝારો યાદ આવે છે.તેણે ઘણા ઠેકાણે આવી વાવ કૂવા ના નિર્માણ કરાવેલ છે. ગુજરાતની મોટા ભાગ ની વાવ કે કૂવા ગંદકી થી ભરપુર અને પાણી વગર ના હોય છે. પરંતુ આ જગ્યા એ ભૂતકાળનો સારો વારસો ધરબાયેલો​ હોય છે.જયારે પાણી નદી સિવાય કોઈ વિકલ્પ નહોતા.ત્યારે આવાં વાવ કૂવા ના નિર્માણ થતા.આજે એવી જ જગ્યા એ આપણે વાત કરવાની છે.

આ શહેર મહેમુદ શાહ બેગડા નામ ના બાદશાહે વસાવ્યું હતું અને તેના નામ પરથી આ શહેર નુ નામ મહેમુદાવાદ રાખવામાં આવેલું હતું જે સમય જતાં અપભ્રંશ થઈને મહેમદાવાદ થઈ ગયું. ગાંધીનગર થીં ૬૨કિલોમિટર દૂર ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સોજાલી નામ નુ ગામ આવેલું છે તે મહેમુદાવાદ થી ૪ કિલોમીટર દૂર છે જ્યાં અતિ પ્રાચીન એવું રાષ્ટ્રીય મહત્વના સ્મારકો​ માં સામેલ છે એવી રોજા રોજી દરગાહ શરીફ આવેલી છે.આ સ્થાપત્ય કેન્દ્ર ના પુરાતત્ત્વ વિભાગ દ્વારા ક્રમાક N-GJ-146 હેઠળ રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે. આ દરગાહ મુબારક સૈયદ રોજા સૈફુઉદ્દીન અને નિઝામુદ્દીન ના રોજા આવેલા છે આ દરગાહ વાત્રક નદીના કિનારે આવેલ છે. આ રોજા રોજી દરગાહ ની સ્થાપના ૧૫મી સદી માં કરવામાં આવ્યું હતું.આ સ્થાપત્ય નુ નિર્માણ ગુજરાત ના શાહજહાં કહી શકાય એવા મહંમદ બેગડાએ કરાવ્યું હતું.અહી એવી માન્યતા છે કે તમે એનાં પિલ્લર ની ગણત્રી કરીને સાચો આંકડો મળી શકતો નથી.તમે જેટલી વાર ઘણો એટલી વાર‌‌‌ જુદા જુદા આંકડો બદલાય છે.એની પાછળ ની જે માન્યતા હોય તે પણ એની ડિઝાઈન કંઈક​ વિશિષ્ટ પ્રકારની છે.જેથી કરીને આ ગણત્રી કરવામાં ભૂલ પડે છે. આસ્થાપત્ય ખૂબ જ સુંદર છે આની કોતરણી ખુબ જ બારીક છે.દરગાહ નો અંંદર ના ભાગ નો ગુમંંટ આકર્ષક છે.રોજા રોજી ની બાજુ માં જ અન્ય મકબરા આવેલા છે.જે થોડાં જીર્ણ હાલતમાં છે.

મહેમદાવાદ નો ભમ્મરીયો કૂવો અહીં દેશી ઢબથી બનાવેલ એરકનડીશનર ભમ્મરીયો કૂવો છે. ભમ્મરીયો કૂવો મહેમદાવાદમાં​ આવેેેલો છે.આ કૂવો મહેમદાવાદ થી ખેડા જતાં માર્ગ પર આવેલ છે.આ એક પ્રાચીન​ સ્થાપત્ય છે.આ કૂવા નુ નિર્માણ ૧૫મી સદીમાં મહેમૂદ શાહ બેગડા​ નામ ના બાદશાહે કરાવ્યું હતું.આ સ્થાપત્ય કેન્દ્ર ના પુરાતત્ત્વ વિભાગ દ્વારા N-GJ-143 હેઠળ રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે .

આ કૂવા ની વિશેષતાઓ​ કૂવા ની​ આસ પાસ ભૂગર્ભમાં નિવાસસ્થાન માં ખંડો બનાવવા માં આવ્યા છે.આ અષ્ટકોણ આકારનો કૂવો ૩૬ ફુટ જેટલો વ્યાસ ધરાવે છે.હાલ જમીન માં ત્રણ મજલા નુ બાંધકામ છે.જેમા ઉપર ના બે મજલા માં ખંડો આવેલા છે. જયારેના નિચેના મજલો સાંકડા પગથિયાં દ્વારા સીધા કૂવામા જવાય છે.ખંડ માં જવા માટે ચાર સીડીઓ આવેલી છે.તેમજ બે સીડીઓ ગોળાકાર ફરતી બનાવવામાં આવેલી હોવાથી આ કૂવાનું નામ ભમ્મરીયો કૂવો પડ્યું હતું. આ કૂવા નો ઉપયોગ જુના જમાનામાં વટેમાર્ગુ પાણી પિને થોડો સમય આરામ કરતા હતા.પક્ષીઓ પાણી પિવા તથા ખાસ કરીને તો ગરમી ના દિવસોમાં સુલતાન મહેમુદ શાહ બેગડો અહીં વિતાવતો હતો. કોઈ પણ​ ઐતિહાસિક સ્થળો ની મુલાકાત શાંતી જાળવી તથા તે જગ્યાં નુ મહત્વ સમજવું. તથા તમારી પાસે બાાકો આવ્યાં હોય તો તેમને સાથે રાખીને ચાલવુ જોઈએ.જેથી કરીને કોઈ દૂર્ઘટના ના ઘટે.અને ખાસ તો આવા વરસાદ ના મોસમા લિલબાજી ગઈ હોય છે જેથી ચાલતી વખતે ધ્યાન રાખવું.આવી જગ્યા એ નોટિસ હોય છે તો તેને ખાસ અનૂૂસરવુ.તે આપણા ભલા માટે હોય છે.જેથી કોઈ દૂર્ઘટના ના થાય. આવી જગ્યા ઓની મુલાકાત વખતે ગંદકી કરવી નહીં એ આપણી ફરજ છે.જેથી આવનારી પેઢીને​ સારો વારસો મળિ રહે.

નોંધઃ આવાં સ્થાપત્ય​ની સરકાર દ્વારા કોઇ દેખભાળ કે સારસંભાળ રાખવામાં આવતી નથી...