Ek sundar sambandh.. saasu - vahu in Gujarati Drama by Margi Patel books and stories PDF | એક સુંદર સબંધ... સાસુ - વહુ

Featured Books
  • Age Doesn't Matter in Love - 16

    अभिमान अपने सिर के पीछे हाथ फेरते हुए, हल्की सी झुंझलाहट में...

  • खून की किताब

    🩸 असली Chapter 1: “प्रशांत की मुस्कान”स्थान: कोटा, राजस्थानक...

  • Eclipsed Love - 12

    आशीर्वाद अनाथालय धुंधली शाम का वक्त था। आसमान में सूरज अपने...

  • मिट्टी का दीया

    राजस्थान के एक छोटे से कस्बे में, सूरज नाम का लड़का रहता था।...

  • कॉलेज की वो पहली बारिश

    "कॉलेज की वो पहली बारिश"लेखक: Abhay marbate > "कुछ यादें कित...

Categories
Share

એક સુંદર સબંધ... સાસુ - વહુ

મમતા  ના છોકરા ની ઉંમર લગ્ન બરાબર થઇ ગઈ છે. તેના માટે છોકરી શોધવાનું શરુ કર્યું.  નિખિલ માટે મમતા ખૂબ જ સારી છોકરીઓ ની વાતો લાવતી. પણ નિખિલ ના જ પાડે. કહે કે "છોકરી નીચી છે,  નોકરી કરવાનું  કહે છે, તેને અલગ રેહવું  છે, મને દેખાવ પસંદ ના આવી." આવા અનેરા કારણો થી દરેક છોકરી ને ના જ પાડે.



નિખિલ  ની વારંવાર ના પડવાથી મમતા ને ખબર પડી ગઈ કે નિખિલ ની દરેક "ના" નું કારણ કઈ બીજું જ છે. મમતા એ નિખિલ ને થોડું દબાઈ ને પૂછ્યું ત્યારે નિખિલે કહ્યું કે તે એક છોકરી ને પ્રેમ કરે છે. પણ તે અલગ જ્ઞાતિ ની છે. નિખિલ ના પપ્પા તો આટલું જ સાંભળી ને ના પડી દીધી. પણ મમતા એ નિખિલ નો સાથ ના છોડ્યો. બધા ને મનાવી ને ધામ ધૂમ થી લગ્ન કરાવ્યા.



આખરે નિખિલ ના લગ્ન નિકિતા જોડે થઇ જ ગયા. મમતા તેને પોતાની છોકરી ની જેમ જ પ્રેમ કરતી. મમતા સાસુ જેવું નહીં પણ મા જેવું વર્તન કરે. મમતા સાસ ની જગ્યા એ મા બનવાની કોશિશ કરતી. પણ નિકિતા મમતા ને મા ના બનાવી શકી. નિકિતા અલગ અલગ જ રહે.  નિકિતા તેનો સમય તેનામાં  જ વતિત કરે.  પોતાના રૂમ થી નીચે પણ ના આવે.



મમતા નિખિલ માટે નાસ્તો બનાવે તો પણ નિકિતા ને ના ગમે. દરેક માં મમતા ને ટોકતી - રોકતી. ઘર નું વાતાવરણ બગાડવા લાગ્યું. નિખિલ મમતા જોડે શાંતિ થી બેસી ને વાત પણ ના કરી શકે. મમતા પણ નિખિલ ના પ્રેમ માટે તરસતી.  નિખિલ નિકિતા ને સમજવાની કોશિશ કરે તો પણ નિકિતા ના સમજે. છેવટે નિકિતા એ અલગ રહેવાનું નક્કી કર્યું. એ વાત મમતા સાંભળી ગઈ. મમતા નિખિલ અને નિકિતા જોડે રહે, એમનો સંસાર સારો ચાલે, ખુશ રહે તે માટે મમતા એ સામે થી જ કહી દીધું કે "તમે 1 મહિના પછી એટલે દિવાળી પછી અલગ રહેવા જતા રહો."  નિકિતા તો સાંભળી ને ખુશ થઇ ગઈ. અને તૈયાર શરુ કરી દીધી. નિકિતા ને નિખિલ ના મોઢા પર નું દુઃખ પણ ના દેખી શકી.



એક દિવસ નિકિતા ને બજાર માં તેનો જૂનો પ્રેમી મળી ગયો. નિકિતા અને પાર્થ બંને ભેગા થયા. બંને કોફી પીવા ગયા.  એક બીજા ના હાલચાલ પૂછ્યા. મોબાઈલ નંબર લીધા. બંને દોસ્ત તરીકે મળવા લાગ્યા. જુના દિવસો યાદ કરતા. નિકિતા અને પાર્થ ની મુલાકાત વધતી ગઈ. બે બે દિવસે મળવા લાગ્યા.



પાર્થ પાસે નિકિતા અને તેની બેડરૂમ ની તસ્વીર હતી. જયારે પાર્થ ને ખબર પડી કે નિકિતા સારા ઘર ની છે તો પાર્થ નિકિતા ને ફસાવા લાગ્યો. તેને ધમકી આપી ને તેના જોડે ફરી થી શારીરિક સબંધ બાંધતો. નિકિતા જોડે પૈસા ની માંગ કરતો. અને નિકિતા બીક ની મારી પૈસા પણ આપતી. નિકિતા દરેક વખતે પૈસા આપતી હતી એટલે હવે તે વધારે માંગતો.



પાર્થ ના આ વ્યવહાર ના લીધે નિકિતા પરેશાન રહેવા લાગી. મમતા એ નિકિતા ને પૂછ્યું પણ ખરા. તો નિકિતા મમતા ને બે શબ્દો સંભળાવી ને જતી રહી.  મમતા પણ નિકિતા ના લીધે પરેશાન રહેવા લાગી. મમતા નિકિતા ની કડવી બોલી સાંભળે પણ કદી ફરિયાદ ના કરે. નિખિલ પૂછે તો પણ મમતા એમ જ કહે કે "હજી તેને આ ઘર અપનાવતા વાર લાગશે. તારે મારા અને નિકિતા ના વચ્ચે નહીં આવવાનું. હવે તમારે રેહવું કેટલા દિવસ??  " આટલું કેહતા તો મમતા ના આંખ  માંથી આંસુ આવવા લાગ્યા.



નિકિતા પાર્થ ને મળવા બજાર જાય છે. બંને કોફી શોપ ની બહાર મળે છે. નિકિતા પાર્થ ને વિનંતી કરતી હોય છે. કે તે હવે પરેશાન ના કરે. અને પાર્થ ના સામે હાથ જોડે છે. ત્યારે જ મમતા કોફી શોપ ની સામે ની બેંકમાં થી નીકળતા નીકળતા તેની નજર નિકિતા પર પડે છે. નિકિતા એ હાથ જોડ્યા હતાં એ મમતા દેખી ના શકી અને તે નિકિતા જોડે જાય છે.  નિકિતા ને પૂછે છે કે  "આ કોણ છે? અને તુ કેમ હાથ જોડે છે?" નિકિતા ખોટું બોલી કે મારા દોસ્ત છે.  અમે તો મજાક કરતા હતાં.  પણ મમતા ના મન માં આ વાત બેસતી જ નથી.



નિકિતા ના વારંવાર પૈસા માંગવા , બહાર જવું, પરેશાન રહેતી દેખી ને મમતા ના મન માં શંકા થાય છે. દિવસો જતા નિકિતા વધારે પરેશાન રહેવા લાગી. કેમ કે આ વખતે પાર્થે મોટી રકમ ની માંગ કરી. 25 લાખ ની માંગ. પાર્થે તેના બહાર જવાના પૈસા નિકિતા જોડે માંગી લીધા. નિકિતા 25 લાખ તો ક્યાંથી લાવે? નિકિતા "ના" પાડે તો પાર્થ તેને ધમકી આપે કે "હું તારા પતિ ને અને તારી સાસુ ને આપણા ફોટા, મેસેજ બતાવી દઈશ. "



નિકિતા જયારે પાર્થ ને મળવા જાય છે. ત્યારે મમતા પણ તેની પાછળ પાછળ જાય છે. નિકિતા અને પાર્થ વાત કરતા હોય છે. નિકિતા હાથ જોડી ને પાર્થને  વિનંતી કરે છે. તેના આગળ ભીખ માંગે છે. પણ પાર્થ કઈ જ માનતો નથી. અને ત્યાં ઉભી ઉભી મમતા બધું જ સાંભળી જાય છે. મમતા ને નિકિતા ની આ વાત થી ખુબ જ આઘાત લાગે છે. અને તે ત્યાંથી ઘરે આવી જાય છે.



નિકિતા ઘરે આવે છે. અને નિખિલ ને ખોટું બોલે છે કે "મારી સહેલી ના લગ્ન છે. મારે જવાનું છે. તું મમ્મી ને કહે ને કે તે એમના ઘરેણાં મને પહેરવા આપે." નિખિલ તો મમતા જોડે વાત કરવા પણ ગયો. પણ અહીં તો નિકિતા ના મન માં તો અલગ જ કે તે તેની સાસુ ના ઘરેણાં વેચી ને પાર્થ ને પૈસા આપવાનું વિચારતી હતી.  નિખિલ જયારે મમતા પાસે તેના ઘરેણાં માંગવા જાય છે તો મમતા પણ ના પાડી દે છે. અને કહે છે કે "નિકિતા ને કહે કે તે એના ઘરેણાં પેહરે મારા નહિ." મમતા ના આ વહેવાર જોઈ ને નિકિતા અને નિખિલ સ્તભંધ થઇ ગયા.



નિકિતા જયારે નાહવા ગઈ હતી ત્યારે પાર્થ નો ફોને આવે છે. અને એ મમતા જોઈ જાય છે. પાર્થ નો ફોને નિકિતા ની જગ્યા એ મમતા એ ઉચક્યો. અને પાર્થ ને મળવા નું કહ્યું એ પણ નિકિતા ની જાણ વગર. મમતા સાંજે પાર્થ ને મળવા જાય છે. પાર્થ ને 25 લાખ આપવાનું કહે છે. પાર્થ ને બીજા દિવસે બોલાવ્યો.  અને કહ્યું કે "તારા અને નિકિતા ના જેટલા પણ ફોટા હોય એ બધા જ લઇ ને આવજે."



પાર્થ બીજા દિવસે સમય પેહલા જ કોફી શોપ માં બેસે છે. મમતા પૈસા લઈને તેજ કોફી શોપ માં આવાની હતી.  પાર્થ અને મમતા કોફી શોપ માં મળે છે. અને મમતા પાર્થ ના હાથ માં પૈસા ની બેગ આપી દે છે. અને કહે છે કે " હવે નિકિતા થી દૂર રહેજે. તેને પરેશાન ના કરતો. તારા અને નિકિતા ના બધા જ સબંધ હવે થી પુરા. અને મને બધા જ ફોટા આપી દે તમારા બંને ના. અને તારા મોબાઇલ માંથી મેસેજ પણ delete કરી દે." પાર્થ પૈસા દેખી ને એટલો ખુશ થઇ ગયો ને કે તે કોના સાથે વાત કરે છે એ પણ તેને ખબર ના રહી.  મમતા એ પાર્થ ને ખુબ જ ધમકાવ્યો.  અને પાર્થ માની  પણ ગયો. જયારે મમતા જાય છે ત્યારે પાર્થ પૂછે છે કે " તને કોણ છો? તમે નિકિતા ને કેવી રીતે ઓળખો? તમને આમારી કેવી રીતે ખબર?" તારે મમતા કહે છે કે " હું નિકિતા ની માં છું." આટલું કહી ને મમતા ત્યાં થી ચાલી જાય છે.



પાર્થે નિકિતા ને ફોને કરી ને કહે છે કે " મને પૈસા મળી ગયા. એ પણ 25 નહિ 30 લાખ. તારી મમ્મી ને થેન્ક ઉ કહેજે. હવે હું જાઉં છું ઇન્ડિયા છોડી ને." નિકિતા તો આટલું સાંભળી ને હેરાન જ થઇ જાય છે કે કોને આપ્યા આટલા બધા પૈસા?  કોને અમારી ખબર પડી ગઈ? જો તે વ્યકતિ મારા પતિ ને કે મારી સાસુ ને કહી દેશે તો ? હું શું કરીશ ? આ બધું વિચારતી વિચારતી નિકિતા નીચે આવે છે.



નિકિતા નીચે આવી ને જોએ છે તો તેના સસરા ગુસ્સે થી હીંચકા પર બેઠા છે.  અને બધાને મમતા વિશે પૂછે છે. "ક્યાં ગઈ મમતા?" પણ ઘર માં કોઈ ને ખબર જ નથી કે મમતા ક્યાં ગઈ? મમતા જેવી ઘરે આવે છે. તો તરત જ નિકિતા ના સસરા પાણી નો ગાલ્સ છૂટો ફેંકે છે અને ગુસ્સે થી મમતા ને પૂછે છે. " તારે 30 લાખ ની શી જરૂર પડી ?કે તે ઘરેણાં બધા જ વેચી દીધા. મને એક વાર પૂછવાની જરૂર પણ ના સમજી? ક્યાં ગયા એ પૈસા?  કોને આપી ને આવી? " પણ મમતા કઈ જ બોલી નહિ.  નિકિતા તરત જ સમજી ગઈ કે પાર્થ ને પૈસા બીજા કોઈને નહિ પણ મારી સાસુ એ જ આપ્યા છે.



નિકિતા ના સસરા ખુબ જ ગુસ્સે હતા. મમતા ને ખુબ જ બોલ્યા. પણ મમતા એક પણ નો જવાબ ના આપે.  છેવટે નિકિતા ના સસરા એ મમતા ને એટલે સુધી કહી દીધું કે " જ્યાં સુધી તું મને જવાબ નહિ આપે કે તારે કેમ 30 લાખ ની જરૂર પડી? તે કોને પૈસા આપ્યા છે? શા માટે? ત્યાં સુધી આપણા બંને વચ્ચે કોઈ જ સંબંદ નહિ. હું તારું મોઢું પણ નહિ દેખું."  નિકિતા તેના સસરા ને કેહવા જાય છે એટલા માં મમતા નિકિતા ને રોકી ને કહે છે કે " તારે મારા અને મારા પતિ ના વચ્ચે નહિ બોલવાનું. આ અમારી વાત છે. તમે અલગ જવાની તૈયારી કરો."  આટલું બોલી ને મમતા નિકીતાને રોકી દે છે સાચું બોલતા. એટલા માં નિખિલ પણ મમતા ને કહે છે કે "તે તમારા ઘરેણાં નિકિતા ને પણ પહેરવા ના આપ્યા. અને વેંચી આવ્યા.  એવી તો શી જરૂર પૈસા ની? મને કહ્યું હોત તો હું તને પૈસા આપોત મમ્મી. તે આવું કેમ કર્યું મમ્મી?"  મમતા એ બધા ના આક્ષેપો સાંભળતી રહી પણ કોઈ નો જવાબ ના આપ્યો. મમતા મોં માંથી એક શબ્દ ના નીકળ્યો.



મમતા થી બધા જ નારાજ થઇ ને પોત પોતાના રૂમ માં જતા રહ્યા.  છતાં મમતા ના મોં પર થોડો પણ પસ્તાવો નહીં. નિકિતા આ દેખી ને મમતા ને ભેંટી ને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. માફી માંગવા લાગી. નિકિતા આજે બોલી કે " મમ્મીજી મેં તમને કદી પોતાના ના સમજ્યા. વાતવાત માં તમારું અપમાન કર્યું. તમારી એક વાત ના માની . તમને તમારા દીકરા થી અલગ કરી દીધા. મારા મોં પર આવે એવું હું તમને બોલી. તો પણ તમે આજે મારા માટે તમારા લગ્ન જીવનના 37 વર્ષ પર સવાલ ઉભો કરી દીધો. તમે કદી મને ફરિયાદ ના કરી. મારા થી નારાજ ના થયા . "તમે તો મારી માં બની ગયા. પણ હું તમારી દીકરી ના બની શકી. તમે તો મારા માં કરતા પણ અધિક  છો. મેં ગયા જનમ માં કોઈ સારા કર્મો કર્યા હશે જો આ જનમ માં તમે મારી સાસુમા ની જગ્યા એ મને માં મળી ગયા. " i  am  sorry mummy " આટલું કહી ને નિકિતા મમતા ને ભેંટી પડી.



મમતા એ નિકિતા જોડે સોંગંધ લીધી કે " કદી કોઈ ને પણ તેની અને પાર્થ ની વાત નહીં કરે અને ના ઘરેણાં ની વાત ઘરના માં કોઈ ને પણ કેહવાની."



આજે નિકિતા અને મમતા સાસુ - બહુ તરીકે નહીં પણ માં - દીકરી ની જેમ રહે છે. નિકિતા ના સ્વભાવ પણ બદલાવ  આવી ગયો. બંને ના સુધારેલા સબંધો થી ઘરના નું વાતાવરણ ખુશ ખુશાલ રહેવા લાગ્યું.  ઘર ની રોનક બદલાઈ ગઈ. નિકિતા એ છેલ્લે એમ કહે છે કે

"એક સાસુ પણ માં બને છે. માં કરતા પણ અધિક. જો તમે ઘરના ને અપનાવી લો અને સાસુ ને માં બનાવો તો સસુરાલ પણ માયક જેવું થઇ જાય . એક સુંદર સબંધ છે સાસ - વહુ નો.  જે તમારું ધ્યાન  રાખે છે એક માં જેવું.  તમે થોડું સાસુ ની મરજી થી કરો અને થોડું તને એમણે શીખવાડો . અને જો તાલમેલ બેસી ગયો તો ઘરના સ્વર્ગ બની જશે.  પતિ કરતા તો વધારે સમય સાસુ જોડે વિતાવાનો છે.  સાસુ બહુ નો સબંધ છે અનેરો. "