Mysterious Girl 2 in Gujarati Fiction Stories by Chavda Girimalsinh Giri books and stories PDF | Mysterious Girl 2 ( રહસ્યમય વાર્તા)

Featured Books
  • خواہش

    محبت کی چادر جوان کلیاں محبت کی چادر میں لپٹی ہوئی نکلی ہیں۔...

  • Akhir Kun

                  Hello dear readers please follow me on Instagr...

  • وقت

    وقت برف کا گھنا بادل جلد ہی منتشر ہو جائے گا۔ سورج یہاں نہیں...

  • افسوس باب 1

    افسوسپیش لفظ:زندگی کے سفر میں بعض لمحے ایسے آتے ہیں جو ایک پ...

  • کیا آپ جھانک رہے ہیں؟

    مجھے نہیں معلوم کیوں   پتہ نہیں ان دنوں حکومت کیوں پریش...

Categories
Share

Mysterious Girl 2 ( રહસ્યમય વાર્તા)

      *Mysterious Girl 2 ( રહસ્યમય વાર્તા)*

[*Mysterious Girl 2 ( રહસ્યમય વાર્તા)*  પહેલા જો તમે આગળ પ્રકાશિત થયેલો ભાગ ના વાંચ્યું હોય તો તે વાંચીને પછી ભાગ-૨ વાંચવાની શરૂઆત કરજો તો તમને આખી વાર્તા ને સમજી શકશો.]

"એ રૂપાની મા મને જમવા આલી દે...."
"મારે મોડું થાય છે..."

અંદરથી અવાજ આવ્યો." એ આલુ છું." આ રૂપલી ક્યાં મરી ગઈ ? તારા બાપને જમવા આલી દે.

ખારવા ના લોકો એકબીજાને તોછડી ભાષામાં બોલાવે તેમની આ એક આગવી ઓળખ હતી કે જેનાથી તે ઓળખાતા.

મારી નજર ચારે બાજુ રૂપલીને શોધવા લાગી, કોણ છે ? આ રૂપલી ક્યાં છે. નામ રૂપા હોવું જોઈએ તેવું મનોમન વિચારી લીધું કારણ કે રૂપલી તેનું હુલામણું નામ હશે. નામ રૂપા હતું તો દેખાવે કેવી હશે ?

ઘણા બધા પ્રશ્નો થવા લાગ્યા ક્યાં ઝુપડી ની પાછળના ભાગમાંથી અવાજ આવ્યો.

"એ આવી... માળી....." તાલિયા(નાળિયેર ના લાકડા) લેવા ગઈતી ભારો બાંધી લીધો છે હમણાં ઝપાટો કરી આવું. બહુ જ ઉતાવળા અવાજે બોલી.

મારી નજર એ ચહેરાને મીટ માંડીને નિહાળી રહ્યો હતો. રૂપા નું રૂપ જાણે તેના પડછાયા ને પણ રૂપ આપતું હોય તેવું લાગતું હતું મારુ મન સ્થિર થઈ ગયું બધું ભૂલી જઈ હું માત્ર ને માત્ર તેને નિહાળી રહ્યો હતો.

ત્યાં અચાનક બહારના ફળીયામાંથી આવતા અવાજે મારું ધ્યાન ભંગ કર્યું અને હું ઝૂંપડીમાં અંદર પ્રવેશ્યો.

ભઈલા મારે પેલી પાર થી આવ્યો છું મારે દરિયાના ખડકના ભાગ થી બનેલા ટાપુ જવું છે અને ત્યાં આવેલા માતાના મંદિર ના દર્શન કરવા છે તમે નાવ લઈને આવો તો હારુ...

બાપલા અત્યારે બધા જ નાવિકો જમવાના સમયે થવાથી નહીં આવી શકે હું પણ નહીં આવી શકુ અને અત્યારે બપોરનું ટાણું અમારા માટે આરામ કરવાનું ‌ ટાણુ હોય.. તમે બીજા કોઈ નાવિક પાસે જઈને તેમને પૂછી જો.

તેણે તેની તોછડી ભાષામાં જવાબ આપ્યો. હું તેને સાંભળતો રહ્યો.

ત્યાં અચાનક તેની પત્ની નો અવાજ આવ્યો.

"એક આંટો તો મારોવો હે. મારી આવો ને બિચારા દૂરથી આયા લાગે.."

તું મુંગી મર ને !.. એક તો મારા હાથમાં વાગ્યું છે મારાથી તો હલેસા પણ નહીં લાગે.

ત્યાં અચાનક રૂપલી નો અવાજ આવ્યો.
ઓ... બાપુ તમને કાંઈ વાંધો ના હોય તો હું જઈ આવું મારે આમ ભી માનતા છે માતા ને નાળિયેર વધવાની તો મારી માનતા પણ પૂરી થઈ જાય અને આ સાહેબની યાત્રા પણ સફળ થઈ જાય.

બાપુ: "જોજે હો બેટા ક્યાં જવું છે.."

રૂપલી: "કશો વાંધો નહીં બાપુ તમારી તાલીમને એડે નહી જવા દવ"

બાપુ: "તો ભલે જઈએ  પણ સાંજ થતા પેલા આવી જજો."

હો...બાપુ...

હું મારા મનમાં હરખના હલેસા મારવા લાગ્યો.

સાહેબ ત્યારે હાલો હવે વધારે મોઢું નહિ કરવું.

હું અને રૂપા એ બંને નાવ પાસે પહોંચ્યા બંનેએ  નાળાની જોર થી ખેંચી ને નાવ ને દરિયામાં પ્રસરાવી.

હાલો સાહેબ ત્યારે.. આમ મૂંગા  બની ને ના રહો કે કે તમે મૂંગા છો ? હસતા હસતા બોલી.

પણ મારે એને કેમ કેવુ મને તારા રુપ કરી મુંગો કરી નાખ્યો છે પણ બધી શક્તિ ભેગી કરીને હું બોલ્યો..

"હાલો આપણે ટાણે પહોંચવાનું છે.."

"હો.. સાહેબ પહોંચાડી દઈશ તમે શાંતિ રાખો."

હું ચૂપ બેસી રહ્યો અને અમે અમારી સફરની શરૂઆત કરી.

નાવ અને હું દરિયાની ઉપરની સપાટી પર હતા પણ એ પાણી ના હલેસા મારા મનને હલેસા લગાવતા હોય એવું લાગતું હતું. ભૂરા પાણીનો પ્રવાહ અને રૂપલીની ભૂરી આંખો મારું ધ્યાન કેન્દ્રિત કરતી હતી.

(ક્રમશ)

(આગળના ભાગમાં આપણે રૂપલી જોડે થયેલી વાત સાંભળશુ)

આભાર જો તમને મારી આ રચના ગમી હોય તો તમે તમારો અભિપ્રાય મને gmail કરી શકો છો.

Gmail ID: chavdagirimal@gmail.com